વડોદરા: વિશ્વ વિભૂતિ – ભારતીય બંધારણના ઘડવૈયા , શોષિત પીડિત અને વંચિત સમુદાયોના મસીહા યુગ પ્રવર્તક મહામાનવ ડૉ.બાબાસાહેબ આંબેડકરજી ના ૬ ડિસમ્બર મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપા વડોદરા મહાનગર દ્વારા રેસ કોર્સ સ્થિત તેમની પ્રતિમાને પુષ્પાંજલી કરી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.

જેમાં વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉ.જયપ્રકાશભાઈ સોની , ,અનુ .જાતિ મોરચાના પ્રમુખ એડવોકેટ હર્ષદ પરમાર, પૂર્વ ડેપ્યુટી મેયર જીવરાજભાઈ ચૌહાણ તેમજ મહાનગર પાલિકાના કાઉન્સિલર તેમજ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી સહિત મોરચાના હોદેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ માં ઉપસ્થિત શહેર પ્રમુખ ડો જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા, સામાજિક સમાનતા અને ન્યાયના પ્રણેતા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબના “મહાપરિનિર્વાણ દિવસ” નિમિત્તે પુષ્પાંજલિ સહ નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે
ડૉ.બાબાસાહેબે રાષ્ટ્રની મૂળભૂત સમસ્યાઓનું મનન કરીને સામાજિક ભેદભાવોને કારણે વંચિતોનાં ઉત્કર્ષ અને સામાજિક સમરસતા માટે કરેલ પુરુષાર્થ અવિસ્મરણીય છે.
અનુ સૂચિત જાતિ મોરચા ના પ્રમુખ એડવોકેટ હર્ષદ પરમારે જણાવ્યું હતું કે બાબા સાહેબે આપેલા સંવિધાનથી દેશ ચાલે છે. તમામને સમાન હક્ક અધિકાર આપ્યા છે . ખાસ મહિલાઓને ગૌરવ ભેર જીવન જીવવા વિશેષ અધિકારો આપ્યા છે. તેમનો આ ઉપકાર કદી ભુલાય એમ નથી. શોષિત વંચિતોને ગૌરવશાળી જીવન જીવવા અધિકારી આપ્યા છે .આમ બાબા સાહેબ એ કરેલા ઉપકાર સમસ્ત સમાજ ભૂલી શકે તેમ નથી. આજના દિવસે બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.