ચાર સામે ફરિયાદઃ વળતી ફરિયાદ પણ નોંધાઈ
વડોદરા: ડેસર ગામના નવાપુરા ફળિયામાં રંગે ચંગે લગ્ન પ્રસંગ ચાલુ થયો હતો, પરંતુ પ્રેમ સંબંધની જૂની આશંકાએ પરિવારજનો વચ્ચે ઝઘડો બે વર્ષ થી ચાલતો હતો. તેમાં એકાએક બે પરિવારજનો વચ્ચે સામાન્ય બાબતની વાતચિત ચાલુ હતી ત્યારે તદ્દન નજીવી બાબતમા મારામારીનો બનાવ બન્યો હતો. છોડાવવા વચ્ચે પડનાર પર પણ ઇટ વડે હુમલો કરી ઇજા પહોંચાડનાર ચાર ઇસમો ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે સામે વળતી ફરિયાદમાં પિતા પુત્ર સામે પણ ગુનો દાખલ થયો હતો
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ડેસર નવાપુરામાં રહેતા ૫૫ વર્ષના ભલા શના પરમાર ખેતીનો વ્યવસાય કરે છે. તેમણે ડેસર પોલીસમાં નોંધાવ્યું હતું કે ગત બપોરે એક વાગ્યે તેઓ અને તેમના પરિવારના સભ્યો ફળિયામાં લગ્ન પ્રસંગમાં હાજર હતા .તે સમયે ફળિયામાં જ રહેતા વિક્રમ ભલા પરમાર ત્યાં ઝઘડો કરતા હતા. તેથી ભલાભાઇ અને મણીબેન વચ્ચે પડીને સમાધાન કરાવવાના પ્રયાસ કરતા વિક્રમભાઈને છોડાવવા માટે ગયા હતા ત્યારે વિક્રમ ઉપરાંત મેલા સોમાં પરમાર, ભગા ધુળા પરમાર અને રાજેશ અર્જુન પરમાર સહિતના ત્યાં હતા તેમણે ભલા અને મણીબેન ને તેમજ તેમના પરિવારજનોને બેફામ ગાળો બોલી હતી અને તમો કેમ વચ્ચે ઝઘડામાં પડો છો કહી પડેલી ઈંટોના ધડાધડ છુટા ઘા કરતા ભલાભાઇને ઇજાઑ પહોંચાડી હતી. મણીબેનને ઈંટ વાગતા તેમને પણ કાન પાછળ ઈજા પહોંચી હતી. બનાવમાં શોરબકોર વધી જતા ચારેય હુમલાખોરો નાસી છૂટ્યા હતા. ડેસર પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી
આ બનાવમાં શ્રમજીવી તરીકે કામ કરતા ૨૮ વર્ષના મુકેશ અર્જુન પરમારે પણ ભલા પરમાર અને તેના દીકરા હરેશ ભલા પરમાર સામે સામી ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે અમારા પરિવારના ઝઘડામાં વચ્ચે પડી ઈંટો વડે હુમલો કર્યો હતો. ડેસર પોલીસ મથકના પીએસઆઈ પી આર ગઢવીના માર્ગદર્શન મુજબ હેડ કોન્ટેબલ મહિપતસિંહ એ આરોપીઓની શોધખોળ હાથ ધરી ને ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યાં છે