Vadodara

ડેરીડેન સર્કલ પાસે કાર ચાની લારીમાં ઘૂસી, મહિલાઓ સહિત અનેક લોકોને ઇજા

બેફામ કારનો આતંક: અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી, લોકોના ટોળા ઉમટ્યા

કારચાલકની પોલીસ દ્વારા અટકાયત, ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા
વડોદરા : શહેરના જાણીતા ડેરીડેન સર્કલ નજીક સોમવારની મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પૂરઝડપે આવી રહેલી એક બેફામ કાર રોડની બાજુમાં આવેલી ચાની લારીમાં ઘૂસી જતા ચા પીવા આવેલા કેટલાક લોકો, ખાસ કરીને મહિલાઓને ઇજા પહોંચી હતી.

અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને થોડીવાર માટે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે કારચાલકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top