Vadodara

ડિસ્ટ્રિક્ટ અને નેશનલ બાદ હવે પીઆઇ એચ એલ આહીરની ઇન્ટરનેશનલ સ્તરે પણ પસંદગી…

સ્વિમિંગનો અનેરો શોખ, ડિસ્ટ્રિક્ટ અને નેશનલ બાદ હવે પીઆઇ એચ એલ આહીરની ઇન્ટરનેશનલ સ્તરે પણ પસંદગી
વર્ષ 2012થી 2024 દરમિયાન 200 ઉપરાંતના મેડલ પ્રાપ્ત કર્યાં  તાજેરતરમમાં જ આણંદ વિદ્યાનગર ખાતેની સ્પર્ધામાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવ્યાં .
પોલીસની નોકરી ચોવીસ કલાક હોય છે અધિકારીઓ કે કર્મચારીને તેમાંથી સમય કાઢવો ઘણો મુશ્કેલ હોય છે. તેમ છતાં નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ એચ એલ આહીર પોલીસની નોકરીમાંથી મહામુલો સમય કાઢી સ્વિમિંગ પ્રેક્ટિસ કરી હતી.તેઓએ છેલ્લા 12 વર્ષ દરમિયાન ડિસ્ટ્રિક્ટ અને રાષ્ટ્રીય કક્ષાના સ્વિમિંગના સ્પર્ધામાં ભાગે લઇને  200 ઉપરાંતના મેડલ પ્રાપ્ત કર્યા છે. જેમાં તાજેતરમાં આણંદ વિદ્યાનગર ખાતેની સ્પર્ધામાં બે ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યો છે. મૂળ અમદાવાદના વેજલપુરના અને હાલમાં વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા એચ એલ આહીરને નાનપણથી જ સ્વિમિંગ કરવાનો ઘણો શોખ હતો. જેમાં તેઓએ ટ્રેનિંગ પણ મેળવી છે. વર્ષ 2012થી તેઓ સ્વિમિંગ કરે છે અલગ અલગ કોમ્પિટેશનમાં પણ ભાગ લેતા હોય છે.  છેલ્લા 12 વર્ષ  દરમિયાન  નેશનલ લેવલની કોમ્પિટિશનોમાં 200 ઉપરાંતના મેડલ પ્રાપ્ત કરી સમગ્ર પોલીસ વિભાગનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં પણ પોલીસ ઇન્સ્પેક્ટરે 7થી 10 જૂનના રોજ MGAG અને એસપી યુનિવર્સિટી દ્વારા આણંદ વિદ્યાનગર ખાતે યોજાયેલી છટ્ઠી નેશનલ માસ્ટર ગેમ્સ 2024નું આયોજન કરાયું હતુ. પીઆએ પણ  નેશનલ લેવલની સ્વિમિંગ કોમ્પિટેશનમાં ભાગ લીધો હતો અને જેમાં તેઓએ 100 મીટરમાં બે સ્ટ્રોકમાં પ્રથમ (ગોલ્ડ મેડલ), 50 મીટર બેક સ્ટ્રોકમાં પ્રથમ (ગોલ્ડ) તથા 100 મીટર ફ્રી સ્ટાઇલમાં દ્વિતીય ( સિલ્વર મેડલ ) મળી 3 મેડલ પ્રાપ્ત કર્યા હતા. ઉપરાંત તેલંગાણા ખાતેની સ્વિમિંગ સ્પર્ધામાં પણ 6 મેડલ પ્રાપ્ત કર્યા હતા. 
બોક્સ – મે ખેલમહાકુંભથી સ્વિમિંગ કોમ્પિટેશનમાં ભાગ લેવાનું શરૂ કર્યું મને નાનપણથી સ્વિમિંગ કરવાનો શોખ છે. જેના માટે મે ટ્રેનિંગ પણ લીધી હતી. વર્ષ 2010માં ખેલમહાકુંભથી જ્યારે પણ ડિસ્ટ્રિક્ટ લેવલે યોજાયેલી સ્વિમિંગ કોમ્પિટિશન હોય મે તેમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. જેમાં ત્રણ મેડલ મેળવીને પ્રથમ આવ્યો હતો. વર્ષ 2012થી 2024 દરમિયા 12 વર્ષમાં 200 ઉપરાંત મેડલ પ્રાપ્ત કરી લીધા છે. પીઆઇ એચ એલ આહીર, પીઆઇ નવાપુરા પોલીસ સ્ટેશન
બોક્સ – પીઆઇ યુએસએ અને ઓસ્ટ્રેલિયા ખાતે યોજાનારી ઇન્ટરનેશનલ સ્વિમિંગ સ્પર્ધા માટે પણ પસંદગીપોલીસ ઇન્સ્પેક્ટરે સ્વિમિંગ સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ, સિલ્ડર અને બ્રોન્ઝ મેડલ મેળવીને વિજેતા બનીને નામના મેળવી હતી. ત્યારે હવે પીઆઇ ઇન્ટરનેશનલ એટલે કે યુએસએ અને ઓસ્ટ્રેલિયામાં યોજાનારી આંતરરાષ્ટ્રી  સ્વિમિંગ સ્પર્ધા માટે તેમની પસંદગી થઇ છે. જેમાં આવતા મહિના અમેરિકા ખાતે સ્વિમિંગ કોમ્પિટિશન યોજાશે

Most Popular

To Top