( પ્રતિનિધિ )વડોદરા,તા.27
મુસાફરોની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ વડોદરા ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર ત્રણ ટ્રેનોને વધારાના સ્ટોપેજ પૂરા પાડ્યા છે. પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેના દ્વારા જણાવાયું છે કે, 10 ડિસેમ્બરના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડતી ટ્રેન નં. 19019 બાંદ્રા ટર્મિનસ-હરિદ્વાર એક્સપ્રેસ, ચાંપાનેર રોડ અને ખારસલિયા સ્ટેશનો પર રોકાશે. ટ્રેન ચાંપાનેર રોડ સ્ટેશન પર 07:18/07:19 વાગ્યે પહોંચશે/ઉપડશે અને ખારસલિયા સ્ટેશન પર 07:48/07:49 વાગ્યે પહોંચશે/ઉપડશે. તેવી જ રીતે, 10 ડિસેમ્બરના રોજ હરિદ્વારથી ઉપડનારી ટ્રેન નં.19020 હરિદ્વાર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ, ખારસલિયા અને ચાંપાનેર રોડ સ્ટેશનો પર રોકાશે. ટ્રેન ખારસલિયા સ્ટેશન પર 1:01/1:02 વાગ્યે આવશે/ઉપડશે અને 1:20/1:21 વાગ્યે ખારસલિયા સ્ટેશન પર પહોંચશે/ઉપડશે.1ડિસેમ્બર,ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નં. 19418 અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ, બાજવા સ્ટેશન પર 2:27 વાગ્યે આવશે અને 2:29 વાગ્યે ઉપડશે.