ડાકોર પાલિકાની બેદરકારીને કારણે ગટરના પાણી રોડ અને રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યા
ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર ના કેબીનમાં બાળકો અને મહિલાઓએ નગરપાલિકાની હાય હાય બોલાવી..
ડાકોરમાં નગરપાલિકા વિસ્તારમાં આવેલા નવાપુરા વિસ્તાર તેમજ યમુના કુજ સોસાયટી વિસ્તારના રહીશો દ્વારા ગટરના પાણીનો યોગ્ય નિકાલ તેમજ યોગ્ય નિરાકરણ માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી ગટરના ગંદા પાણીથી જાહેર માર્ગો ઉપરાંત રહેણાંક મકાનમાં પણ પ્રવેશી જતાં સૌ નગરજનો હેરાન પરેશાન થઈ રહેલ છે.
ડાકોરમાં વોર્ડ 4 ના રહીશોએ ગટરના પાણી બાબતે ત્રસ્ત રહીશોના પરિવારજનોએ ગુરુવારે ડાકોર નગરપાલિકામાં ચીફ ઓફિસરના કેબિનમા પહોંચી જઈને ઉગ્ર આક્રોશ વ્યક્ત કરી હલ્લાબોલ મચાવી દીધું હતું. ડાકોર વોર્ડ 4ના નવાપુરા વિસ્તાર, ભાથીજી ફળિયા વિસ્તાર તેમજ યમુના કુંજ સોસાયટી વિસ્તારની ગૃહીણીઓ તેમજ તેમના બાળકો ડાકોર નગરપાલિકાના કેમ્પસમાં ખુબ જ આક્રોશ સાથે પહોંચી ગયા હતા. પાલિકા કચેરીમા જ હાય રે હાય ,ડાકોર નગરપાલિકા હાય જેવા નારા લગાવ્યા હતા . જોકે કચેરી ખાતે રજુઆત માટે પહોંચેલા રહીશોને ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર વાય જે ગણાત્રા હાજર ના હોવાથી મહીલાઓને પોતાની રજૂઆતો કરી શકી નહોતી. મહીલાઓ આક્રોશ સાથે જણાવ્યું હતું કે તેઓ દ્વારા ડાકોર નગરપાલિકાના કોઈપણ વિસ્તારની સમસ્યા હલ કરવામાં ચીફ ઓફિસર વાય જે ગણાત્રા કામગીરી કરતા નથી. હંમેશા લાપરવાહી રાખે છે. જેથી સમગ્ર ડાકોરમાં ગટરની સમસ્યા સહિતના અનેક પ્રશ્નો મામલે અરાજકતા જેવી સ્થિતિ છે.
ડાકોર પાલિકા સામે હલ્લાબોલ, ઉભરાતી ગટર મામલે આક્રોશ
By
Posted on