Vadodara

ડાકોર દર્શને જતાં દંપતીની બાઇકને ડમ્પરે અડફેટે લેતાં ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત


*દંપતીને બે બાળકો છે જેમાં પુત્ર 9 વર્ષનો જ્યારે પુત્રી 7વર્ષની છે*

*ખંભોળજ પોલીસે ડમ્પર ચાલકને ડમ્પર સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી*

(પ્રતિનિધિ) વડોદરા તા. 13


આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસોદરનુ ના દંપતી ગત તા. 12મી જાન્યુઆરીના રોજ ડાકોર દર્શન કરવા કરવા બાઇક પર નિકળ્યા હતા. તે દરમિયાન ઓડ પાસે પૂરઝડપે ડમ્પર ચાલકે અડફેટે લેતાં ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેથી ખંભોળજ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડી ડમ્પર ચાલકને ડમ્પર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસોદર ગામે આવેલા કરબટીપુર ખાતે રહેતા અને ખેતીકામ કરતા લક્ષ્મણભાઇ પરમાર પોતાના ધર્મપત્ની મીનાબેન સાથે ગત તા. 12મી જાન્યુઆરીના રોજ ખડોલ મુકામે પોતાના સગાને ત્યાં મળીને બપોરે બે વાગ્યાની આસપાસના સુમારે ડાકોર રણછોડરાયજી ના દર્શને જવા માટે બાઇક પર નિકળ્યા હતા તે દરમિયાન ડાકોર જવાના માર્ગે ઓડ ગામે આવેલી ડેરી સામે એક પૂર ઝડપે આવેલા ડમ્પર ચાલકે ગફલતભરી રીતે હંકારી બાઇક સવાર દંપતીને હડફેટમાં લેતાં દંપતી બાઇક સાથે નીચે પટકાયું હતું જેમાં મીનાબેન પરમારને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી તથા ડમ્પરના તોતિંગ પૈડાં પગ પર ફરી વળતાં બંને પગમાં પણ ગંભીર ઇજાઓ થઇ હતી સાથે જ તેમના પતિ લક્ષ્મણભાઇ ને પણ પગમાં અને શરીરે ઇજાઓ થતાં તેઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ઓડ ખાતે આવેલા સી એચ સી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમા લઇ જતા ફરજ પરના તબીબોએ મીનાબેનને મૃત જાહેર કર્યા હતા જ્યારે મૃતકના પતિ લક્ષ્મણભાઇ ને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સમગ્ર બનાવ અંગે ખંભોળજ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ડમ્પર ચાલકને ડમ્પર સાથે ઝડપી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top