Charotar

ડાકોરમાં બે બાળકીને પાલિકાના આરઓ મશીનથી કરંટ લાગ્યો

ડાકોરની બચુ લીલા મુખ્ય કન્યા શાળાની બે વિદ્યાર્થિનીને પાલિકાના આરઓ મશીનને અડતાં જ કરંટનો ઝાટકો લાગ્યો 

(પ્રતિનિધિ) ડાકોર તા.4

યાત્રાધામ ડાકોરમાં ડાકોર નગરપાલિકા દ્વારા રૂપિયા 30 લાખના ખર્ચે પાંચ જેટલા સ્થળોએ પાણી માટે આર ઓ સિસ્ટમના મશીનો મૂકવામાં આવ્યા છે . તેમાંનું એક મશીન જે બોડાણા સર્કલ પાસે મુકેલ છે‌. તેમાં બે બાળાઓને કરંટ લાગતા અફડાતફડી  મચી ગઇ હતી

બોડાણા સર્કલ પાસે મુકેલ મશીન પાસે જે ટીવી સ્ક્રીન ઉપર આપેલ એલઈડી પણ ચાલતી નથી. જેથી બાળકને ખબર પડતી નથી કે કઈ જગ્યાએ એક રૂપિયો નાખવાનો છે. બોડાણા સર્કલ પાસે જે આર ઓ મશીન મૂકેલ છે. તેમ બચુ લીલા શાળાના વિદ્યાર્થીઓ જ્યારે બપોરે રીશેષમાં પાણી પીવા નીકળે તે સમયે જ્યારે એક રૂપિયાનો સિક્કો આર ઓ મશીનમાં નાખ્યો હતો તે જ સમયે બંને બાળાઓને કરંટ લાગ્યો હતો.  પણ સદનશીબે બાળાઓ બચી ગઈ હતી. આ અંગે પ્રાથમિક તપાસમાં બન્ને બાળકીઓ બચુ લીલા શાળામાં અભ્યાસ કરે છે. જેમાં રિદ્ધિ ગોવિંદભાઈ ચૌહાણ ધો.6 અને સાક્ષી વિરાજભાઈ રાજપૂત ધો.3માં અભ્યાસ કરે છે.

Most Popular

To Top