Charotar

ડાકોરની રથયાત્રામાંથી ગજરાજ નહીં હોય, ટેમ્પલ કમિટીનો નિર્ણય

(પ્રતિનિધિ) ડાકોર,તા.1

યાત્રાધામ ડાકોરમાં વર્તમાન વર્ષે પણ રથયાત્રામાં ગજરાજ નહીં લાવવાનો નિર્ણય ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા લેવામાં આવ્યો છે. ગજરાજ ઉપર ગોપાલ લાલજી મહારાજની સવારીના દર્શનનો લ્હાવો ભક્તોને  નહીં મળે . જાહેર હિતમાં ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

 ડાકોર મંદિરના ટ્રસ્ટ્રી ભરતભાઈ ખંભોળજા તેમજ ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર જગદીશભાઈ દવે તેમજ સેવક ભાઈઓ દ્વારા રથયાત્રા સંદર્ભે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં ડાકોર ટેમ્પલ કમિટી તેમજ ટ્રસ્ટીગણ દ્વારા રથયાત્રા નિમિત્તે ગજરાજ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રથયાત્રા દરમિયાન ગજરાજ નહી લાવવા માટે  કારણો રજૂ કરાયા હતા. વર્ષ 2019માં ગજરાજ પર ઉપર સવારી છેલ્લે નિકળી હતી જેમાં ગઝરાજએ સંતુલન ગુમાવ્યું હતું.  ત્યારથી સલામતી હેતુસર ગજરાજ વગર જ રથયાત્રા યોજાય છે.

ડાકોર ટેમ્પલ કમિટી ના ટ્રસ્ટ્રી ભરતભાઈ ના જણાવ્યા પ્રમાણે રથયાત્રામાં અમો ગજરાજ લાવવા ઈચ્છીએ છીએ,  મહાવત તેની જવાબદારીમાંથી હાથ ઉંચા કરે છે. તેમજ જે ગજરાજ ઉપર અંબાડી મુકવામાં આવે છે. તેનું વજન ખૂબ વધારે હોય છે. તેમજ મહાવતનું  લાયસન્સ પુરૂ થઈ ગયું છે તેવું મહાવતે જણાવેલ છે જેવા કારણોસર રથયાત્રામાં ગજરાજ નહીં લવાય.

Most Popular

To Top