ડભોઇ ની ઐતિહાસિક હીરાભાગોળમા માઁ ગઢભવાની મંદિર આવેલુ હોય જેના વિકાસ હેતુ ધારાસભ્યની ભલામણને પગલે ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ધ્વારા મંદિરના વિકાસ અર્થે ગત વર્ષે 210 લાખ રુપિયાની ગ્રાંટની ફાળવણી મુખ્યમંત્રી .ની બેઠકમા કરાઈ હતી. જેના નિરીક્ષણ માટે જીલ્લા કલેક્ટર, ડભોઇ પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખને સાથે રાખી હિરાભગોળ ખાતે નિરીક્ષણ કર્યું હતું.
ગુજરાત પ્રવાશન વિકાસ નિગમ ધ્વારા ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ની ભલામણને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાથેની બેઠક મા ડભોઇની ઐતિહાસિક હીરાભાગોળમા બિરાજમાન માઁ ગઢભવાનીના મંદિરના વિકાસ અર્થે ગત વર્ષે રુપિયા 210 લાખ ની ગ્રાંટની ફાળવણી કરવાનું નક્કી કરાયું હતું.જેની લેખિત પત્ર ધ્વારા જીલ્લા કલેક્ટર,ધારાસભ્ય સહીત મંદિર ટ્રસ્ટ ને પણ જાણ કરાઇ હતી.ત્યારે હવે હીરાભાગોળ વિસ્તાર મા વિકાસ ના કામોનુ આયોજન કરવા,હીરા ભાગોળ ના ઐતિહાસિક કિલ્લો,ગઢ ભવાની મંદિર અને કિલ્લા ની પાછળ આવેલ તળાવ ના વિકાસ ના કામો ના નિરીક્ષણ માટે જિલ્લા કલેકટર શાહ, ડભોઇ પ્રાંત અધિકારી રવિરાજસિહ પરમાર, મામલતદાર ડી.બી.ગામીત, જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ (વકીલ) સહિતની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જેથી માઁઇ ભક્તો માટે સુવિધાઓ ઉભી થવા સાથે અગવડતા દુર થશે.અને પ્રવાસન ધામ તરીકે પણ હીરાભાગોળ નો વિકાસ થવાની આશા બંધાઇ હોય નગરજનોમા આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.
ડભોઇ: હીરાભાગોળ કિલ્લો, ગઢભવાની મંદિર, તળાવના વિકાસ માટે જિલ્લા કલેકટરે નિરીક્ષણ કર્યું
By
Posted on