ડભોઇ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકા ની બેઠકો પર કોંગ્રેસમાથી ચુંટાઈ ને ગત લોકસભાની ચુંટણી સમયે ભાજપાનો ખેસ ધારણ કરનારા છ હોદ્દેદારોને કોંગ્રેસ પક્ષ ધ્વારા છ વર્ષ માટે સસ્પેન્ડ કરતો પત્ર પાઠવી દેવામાં આવ્યો છે.
છ માસ અગાઉ ગત માર્ચ માસ મા લોકસભાની ચુંટણી સમયે કોંગ્રેસને અલવિદા કરી ભાજપનો ખેસ ધારણ કરનારા ડભોઇ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્રભાઇ પટેલ સીમળીયા તાલુકા પંચાયતની બેઠક પરથી કોંગ્રેસ માથી ચુંટાયેલા હતા.જ્યારે થુવાવી જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસમાથી મહિલા ઉમેદવાર સોનલબેન ચિરાગભાઇ પટેલ ચુંટાયા હતા.એ જ રીતે તાલુકા પંચાયતની અંગુઠણ બેઠક પરથી પ્રભુદાસ લલ્લુભાઇ વણકર, કરણેટ બેઠક થી જાગૃતિબેન દિક્ષીતભાઇ ઠાકોર જ્યારે થુવાવી તાલુકા પંચાયત ની બેઠક પરથી ભરતભાઇ જયંતિભાઇ પટેલ કોંગ્રેસ પક્ષેથી ચુંટાઇ આવ્યા હતા. નગર પાલિકા વોર્ડ-03 માથી કોંગ્રેસ પક્ષેથી મુમતાજબાનુ સજીમહેંદી હોટલવાલા ચુંટાઈ આવ્યા હતા.કોંગ્રેસ પક્ષેથી ચુંટાઈ ને આવેલા આ છ સભ્યોએ લોકસભાની ચુંટણીમા કોંગ્રેસને અલવિદા કરી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.જે વાત ને છ માસ વિતિ ગયા બાદ કોંગ્રેસ ને જ્ઞાન લાધ્યુ હતુ અને આખરે પક્ષપલટો કરનારા ઉપરોક્ત છ સભ્યો ને છ વર્ષ માટે કોંગ્રેસ માથી સસ્પેન્ડ કરતો પત્ર પાઠવવામા આવ્યો હતો. જેથી ડભોઇમા કોંગ્રેસ ધ્વારા કરાયેલી કામગીરી ચર્ચાની એરણે રહેવા પામી હતી.
ડભોઇ શહેર તાલુકા કોંગ્રેસમાથી પક્ષપલટો કરનારા છ સભ્યો છ માસ બાદ છ વર્ષ માટે સસ્પેન્ડ
By
Posted on