Vadodara

ડભોઇ-વાઘોડિયા રોડ પર પાણી ફરી વળતાં રસ્તો બંધઃ ઢાઢરમાં ઘોડાપૂર


વરસાદ નથી છતાં લોકોને હાલાકી વેઠવી પડે છે

વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દેવ ડેમનું રૂલ જાળવવા જળાશયના બે દરવાજા પોઇન્ટ ૨૦ મીટર સુધી ખોલવામાં આવતાં પાણી છોડવાની સ્થિતિમાં નદીમાં પૂર આવવાના સંજોગોને કારણે વાઘોડિયા અને ડભોઈ તાલુકાના ૧૬ ગામોના લોકોને કરાયા સતર્ક કરવામાં આવ્યા હતા. જિલ્લાના ડભોઇ તાલુકાના દંગીવાડા, પ્રયાગપુરા,કરાલીપુરા ગામો વચ્ચે ઢાઢર નદીમાં આવેલ ઘોડાપૂર પાણી અને દેવ ડેમ માંથી છોડાયેલા પાણી ફરી વળતા ડભોઇ વાઘોડિયા માર્ગ બંધ થઈ જવા પામ્યો હતો.
ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદ ને કારણે ઢાઢર નદી બે કાંઠે થવા પામી હતી. જેથી ડભોઇ તાલુકાના નીચાણવાળા વિસ્તાર ના ગામો જેવાકે દગીવાડા,કરાળીપુરા,પ્રયાગપૂરા અને નારણપુરા જેવા ગામો સંપર્ક વિહોણા થઇ જવા પામ્યા હતા. બીજી બાજુ દેવડેમ માંથી પણ પાણી છોડાતા દેવ નદી પણ ઘોડાપૂર થઈ જવા પામી હતી. ખેતરો અને કોતરો જળબંબાકાર થઈ જતાં ડભોઇ વાઘોડિયા માર્ગ બંધ થઈ જવા પામ્યો હતો. જેથી વાહન ચાલકો ને વાયા ખેરવાડી થી વાઘોડિયા જવાનો વારો આવ્યો હતો. ઢાઢર નદી પર બ્રીજ બનાવવાનું કામ ચાલતું હોવાથી ડભોઇ થી વાઘોડિયા જતા વાહનો ને અંતરિયાળ તરસાના થી અથવા તો દંગીવાડા થઈ ડાઈવર્જન અપાયેલું હોવાથી પુરની પરિસ્થિતિ નો ચાલુ સીઝન માં ત્રીજીવાર સામનો કરવાનો વારો આવ્યો હતો.

જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ દેવ જળાશયની જળ સપાટી હાલમાં ૮૯.૬૫ મીટરે પહોચ્યુ હોવાથી જળાશયનું રૂલ લેવલ જાળવવા આજે સવારે ૧૦ કલાકે જળાશયના બે દરવાજા ગેટ નં. ૪ અને પ જે પોઇન્ટ ર૦ મીટર ખોલવામાં આવ્યા હતા. આમ, ડેમમાં પાણીની આવક ૧૪૩૧.૨૩ ક્યુસેક છે.પાણીનો ફલો ૧૩૬૪.૫૭ કયુસેક રહ્યો હતો.

Most Popular

To Top