યુવતી માનસિક રીતે બીમાર હોય છેલ્લા ઘણા સમયથી તેની સારવાર ચાલતી હતી
વડોદરા તારીખ 8
ડભોઇ રોડ પર આવેલા મહાપુરા વુડાના મકાનમાં રહેતી 18 વર્ષીય યુવતીએ માનસિક રીતે બીમારી હોય તેની સારવાર ચાલતી હતી.દરમિયાન આ યુવતીએ બિલ્ડીંગના છત પરથી નીચે સુધી આપઘાત કરી લીધો હતો.
વડોદરા શહેરના ડભોઇ રોડ નજીક સોમાતડાવ વિસ્તારમાં આવેલા મહાપુરા વડા ના મકાનમાં રહેતી 18 વર્ષીય શ્રુતિ નામની યુવતી માનસિક રીતે બીમારી રીતે બિમાર હતી. માહિતી મુજબ બુધવારે 8 એપ્રિલના રોજ બપોરના સુમારે યુવતી પોતાની બિલ્ડિંગના છત પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ તેણે અચાનક છત પરથી નીચે કૂદીને આપઘાત કરી લીધો હતો.
આ બનાવ બનતા જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ વાડી પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસે યુવતીની લાશને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી હતી.પ્રાથમિક તપાસમાં યુવતી બીમારીના કારણે માનસિક તણાવમાં હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.