
ડભોઇ:
ડભોઇના બુંજેઠા, પીપળીયા, કરનારી, ચાણોદ સહિતના ગામોમા રાત્રીના તેમજ દિવસમા પણ લીલાછમ વૃક્ષોનું કટર મશીન ધ્વારા ગેરકાયદેસર રીતે બેફામ કટીંગ થતુ હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. ત્યારે મામલતદાર દ્વારા વેગા ત્રિભેટ પાસેથી લીલા વૃક્ષ છેદનના લાકડા ભરીને જતા ટેમ્પો અને ટ્રેકટર ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરાતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
લાકડા ચોરો રાત દિવસ ઓરસંગ નદીના મેવાસ વિસ્તારના ગામો અકોટી, ચણવાડા, આસગોલ, ધર્માપુરા, નાગડોલ, ભીલોડીયાના કોતરો માથી લીલાછમ વૃક્ષોનુ નિકંદન કાઢી રહ્યા છે. જ્યારે નર્મદા નદીના પટ વિસ્તારના કરનારી,bપીપળીયા, ચાણોદ વિસ્તારોમાથી પણ વૃક્ષોનુ મોટાપાયે કટીંગ થઈ રહ્યુ છે.nજે સામે વનવિભાગ આંખ આડા કાન કરી લાકડાચોરો ને છુટો દોર આપી રહ્યુ છે. ડભોઇ મામલતદાર ડી.વી.ગામીતે લાકડા ભરેલા ટેમ્પો અને ટ્રેકટરને ઝડપી પાડી વનવિભાગ સહીત લાકડા ચોરો ને દોડતા કરી દીધા હતા.
