ડભોઇ બોડેલી રોડ ઉપર કપચીના ઢગલા ને કારણે અકસ્માત માં ભોગ બનેલ દંપતી પૈકી મહિલા નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે બાઈક ચાલક યુવક ને ઈજા થતા ડભોઇ રેફરલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો. કોન્ટ્રાકટર ની બેદરકારી ને કારણે વાહન વ્યવહાર કરતા લોકોને અકસ્માત નું જોખમ રહ્યું હોય ત્યારે કપચીના ઢગલા યુદ્ધના ધોરણે દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ડભોઇ બોડેલી રોડ ઉપર પનસોલી નજીક રોડ નાં કોન્ટ્રાકટર દ્વારા કપચીના ઢગલા રોડ ઉપર ખડકી દેવામાં આવ્યા હોય રાત્રીના અંધારામાં સામે થી આવતા વાહનો અને રોડ ની સફેદ પતી થી અડધો ફૂટ સુધી ખડકી દીધેલા કપચીના ઢગલા અકસ્માતને ખુલ્લું નિમંત્રણ આપી રહ્યા છે છોટાઉદેપુર કાછેલ ગામનું દંપતી વડોદરા કામ અર્થે મોડી સાંજે બાઈક લઇ નીકળ્યું હતું તે અરસામાં રાત્રીના અંધારામાં તેમની બાઈક કપચીના ઢગલા સાથે અથડાઈ અને બંને પતિ પત્ની રોડ ઉપર ફગોડાયા હતા જ્યારે બનાવમાં રૂનીબેન કરનભાઈ રાઠવા જેઓ ગર્ભવતી હતા માથાના ભાગે ઈજા થતા ઘટના સ્થળ ઉપર તેમનું મોત નીપજ્યું હતું જ્યારે બાઈક ચાલક કરનભાઈ ધનસિંગ ભાઈ રાઠવા ને માથા તેમજ હાથે ઈજા થતા 108ની મદદ થી ડભોઇ રેફરલ હોસ્પિટલ સારવાર અર્થે લઇ જવાયા હતાં. રોડ ઉપર પડેલા કપચીના ઢગલા ને કારણે નાના મોટા અકસ્માતોને ખુલ્લું નિમંત્રણ મડતું હોય ત્યારે કોન્ટ્રાકટર દ્વારા કપચીના ઢગલા યુદ્ધના ધોરણે દૂર કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠી છે.