Vadodara

ડભોઇ પટેલવાડી ખાતે વડોદરા જિલ્લા પાટીદાર સંમેલન યોજાયું



સમસ્ત પાટીદાર સમાજના પ્રથમ સંમેલનનું આયોજન ડભોઇ પટેલવાડી ખાતે યોજાયું હતો. જે સંમેલન પટેલ કલ્પેશભાઈ હસમુખભાઈ જીયા તલાવડીવાળાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમ નો પ્રારંભ દીપ પ્રગટાવી અને જય સરદારના નારા સાથે કરવામાં આવ્યો હતો. સમાજમાં બેરોજગારી, , શિક્ષણ, ખેતી, વીજળી, રાજકીય તેમજ સમાજમાં એકતા અને સંગઠન બાબતે જાગૃતિ લાવવા માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.


વડોદરા જિલ્લામાંથી કર્મશીલ અને અનુભવી પાટીદાર સમાજનું સંમેલન યોજાયું હતું . ડભોઇ પટેલવાડી ખાતે પ્રથમ સંમેલનમા સમાજમાં જાગૃતિ લાવવા માટે જય પાટીદાર, જય સરદારના નારા સાથે વિવિધ મહાનુભવોએ વક્તવ્ય આપ્યા હતા. જેમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ વિકાસ અને પ્રગતિ માટે સમાજલક્ષી પ્રગતિની દિશાઓ અંગે પ્રેરણા આપવામાં આવી હતી.આ પ્રસંગે કરજણના માજી ધારાસભ્ય અને વડોદરા જિલ્લા ભાજપ સમિતિના પ્રમુખ સતિષભાઈ નિશાળીયા,bમાજી ધારાસભ્ય બાલકૃષ્ણભાઈ પટેલ, જયેશભાઈ પટેલ માવલી વાલા, દિલીપભાઈ પટેલ ડભોઇ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના વાઇસ ચેરમેન, ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલ, શિનોર એ.પી.એમ.સી ચેરમેન સચીનભાઈ પટેલ, વિરલ પટેલ, દર્શન પટેલ સહિત આગેવાનો તેમજ કાર્યક્રમને સફળ બનાવનાર મેહુલભાઈ પટેલ દીક્ષિતભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ અને ધવલભાઈ પટેલ તથા વડોદરા જિલ્લા મંડળના તમામ પ્રમુખો સમાજના આગેવાનો તેમજ વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top