ડભોઇ: જિલ્લા પોલીસ વડા આનંદ રોહનના આદેશ અનુસાર ડભોઇ ડીવીઝનના ડી.વાય.એસ.પી. આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ પી.આઇ.કે.જે.ઝાલાએ ડી સ્ટાફના જવાનોને સાથે લઈ ડભોઇ પંથક ના ગ્રામ્ય વિસ્તારોમા ચોરોની અફવાને લઈ જનજાગૃતિ અર્થે મેરેથોન બેઠકો શરુ કરી હતી.જેમા 20 થી વધુ ગામો ના લોકો સાથે એક જ દિવસ મા મિટીંગો નો દોર ચલાવી ચોરોનો ભય દુર કરવા લોકો ને સમજ અપાઇ હતી.
ડભોઇ પી.આઇ.કે.જે.ઝાલાએ ડી સ્ટાફ ના જવાનો રાજેન્દ્રસિહ ઝાલા,અર્જુનભાઇ,યુવરાજસિહ,રાઇટર રામજીભાઇ સહીત જે તે આઉટપોષ્ટ ના જમાદાર અને પોલીસ કોંસ્ટેબલો ને સાથે રાખી ચોરોની ચાલતી અફવા સામે લોકજાગૃતિ અને વિશ્વાસ કેળવવા માટે મેરેથોન મિટીંગો યોજી હતી.જેમા તાલુકાના કાયાવરોહણ,મંડાળા,રાજલી,ભિલાપુર,મોટાહબીપુરા,ચનવાડા,ધર્મપુરી,વઢવાણા,કુકડ,વસઈ, વસઈપુરા,દંગીવાડા,પ્રયાગપુરા સહીત 20 જેટલા ગામો મા ગામલોકો ને ભેગા કરી બેઠકો કરી હતી.જેમા હાલમા ડભોઇ સહીત ગ્રામ્ય વિસ્તારોમા ચોર આવતા હોવાની અફવાથી લોકોમા ચોરોની બુમો ને લઈ ભયનુ વાતાવરણ ઉભુ થવા પામ્યુ છે. રોજના ઉજાગરા થઈ રહ્યા છે.જે ખરેખર તદ્દન વાહીયાત અને ખોટી ઉપજાવી કાઢેલી જ અફવા હોવાથી લોક જાગૃતિ અર્થે પોલીસે મેરેથોન મિટીંગો કરી લોકો નો વિશ્વાસ સંપાદન કર્યો હતો.જેથી વાતાવરણ મા શાંતિ બની રહે.લોકો નો ડર દુર થાય અને ટીખળખોરો,મશ્કરી ઠઠ્ઠા કરનારા તત્વોથી લોકો સાવધાન રહે.ડભોઇ પોલીસની કામગીરીથી ગ્રામ્ય વિસ્તારોના લોકોને એકંદરે રાહત થવા પામી હતી. બીજીબાજુ પોલીસે રાત્રી પેટ્રોલીંગ વધારી કામગીરી ને પરીણામલક્ષી બનાવવાનો પ્રયત્ન હાથ ધર્યો છે.
ડભોઇ પંથકના ગ્રામ્ય વિસ્તારોમા ચોરોની અફવાને લઈ પોલીસની મેરેથોન બેઠકો
By
Posted on