Vadodara

ડભોઇ નજીક ભીલાપુર પાસે ટેમ્પોની ટક્કરે શ્રમજીવી આધેડનું મોત

વડોદરા: ડભોઇ વડોદરા માર્ગ પર એક પણ દિવસ એવો નથી કે જીવલેણ અકસ્માતમાં નિર્દોષ વાહનચાલકો કાળનો કોળિયો ના બની ગયા હોય. આવી જ ઘટનામાં રવિવારે એક શ્રમજીવી આધેડે પ્રાણ ગુમાવ્યા હતા.
ડભોઇ તાલુકાના નડા ગામમાં ડીપી ફળિયામાં રહેતા રમેશભાઈ નાનજીભાઈ તડવી ( ઉ,વર્ષ 56) 12 મી તારીખે સવારે મોટર સાયકલ લઈને કડોદરા ગામે મજૂરી કામ કરવા નીકળ્યા હતા. ભીલાપુર ગામના રોડ પર કટ પાસેથી પસાર થતા હતા ત્યારે પાછળથી આઇસરના ચાલકે ટક્કર મારી હતી. અકસ્માતના પગલે રમેશભાઈ ઉછળીને રોડ ઉપર પટકાતા માથા તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. શરીરમાંથી વધુ પ્રમાણમાં લોહી નીકળી જતા ઘટના સ્થળે રમેશભાઈએ જીવ છોડી દીધો હતો. તેમના બે પુત્રો ને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ડભોઇ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને નાસી છૂટેલા આઇસર ટેમ્પો ના ચાલકને ઝડપી પાડ્યો હતો. અને આઇસર કબજે કરી હતી. આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતકના બંને પુત્રો અને તેમની પત્ની મજૂરી કામ કરીને આજીવિકા રળે છે ઘરના મોભીનું અકાળે મોત થતા પરિવારજનો ભાંગી પડ્યા હતા.

Most Popular

To Top