ત્રણ બૂટલેગરો સહિત છ વોન્ટેડ
વડોદરા; રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલે જિલ્લામાં વધુ એક વાત સપાટો બોલાવતા ડભોઇ નજીક પલાસવાડા હદમાં આવેલા ગોડાઉન માંથી 17 લાખ રૂપિયાનો વિવિધ બ્રાન્ડ નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો સિનોર બાદ ડભોઇ પોલીસ ઊંઘતી ઝડપાઈ ગઈ છે.
શહેર અને જિલ્લામાં મોકળું મેદાન ભાળી ગયેલ બુટલેગર ટોળકી પોલીસ તંત્રની લેસ માત્ર પરવા કર્યા વગર વિદેશી દારૂનો લાગતો કરોડોનો જથ્થો બિન્દાસ ઉતારે છે જે પોલીસી નજરેથી ચડતો પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલને ગાંધીનગર બેઠા બેઠા સચોટ બાતમી મળી જાય છે.
સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી જાણકારી આધારે પલાસવાડા નજીક આવેલા કબીર મંદિર પાસે ગોડાઉનમાં છાપો માર્યો હતો. બંધ ગોડાઉનમાં વિદેશી દારૂની થોક બંધ પેટીઓ છુપાવેલી હતી. પોલીસે ગણતરી કરતા 1407 બોટલ કબ્જે કરી હતી. આશરે 17,00,800 રૂપિયાનો દારૂ મળ્યો હતો. ગોડાઉનમાં એક ટેમ્પો તેમજ બાઈક પણ મળી આવ્યા હતા. SMC ના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે કરમાતા અને એમની ટીમે પ્રાથમિક તપાસ કરતા ત્રણ મોબાઈલ પણ મળી આવ્યા હતા કુલ 23,45,800 નું મુદ્દામાલ કબજે કર્યો હતો અને તપાસમાં ખુલ્યું હતું કે વિકાસ ભોવરલાલ બીસનોઇ (રહે: વીશનપુરા, સુંથરી તા: સાંચોર જી:જાલોર રાજસ્થાન) (૨) રાજુ ઉર્ફે રાજવીર બન્ના (૩) સુરેશકુમાર જુગતરામ (રહે: પદમેતર નગર, રનેરી જી: જોધપુર, રાજસ્થાન) અને એક અજાણ્યો શખ્સ તેમજ ટેમ્પો અને બાઈકના બે ચાલકો સહિત દારૂની હેરાફેરી ના ગુનામાં સંડોવાયેલા છ ઈસમો વિરુદ્ધ પોલીસ મથકે સર નો ગુનો દાખલ કર્યો હતો