Vadodara

ડભોઇ દશાલાડ સમાજ ટ્રસ્ટ‌ વડોદરા દ્વારા‌ સરહદી જવાનો માટે 11000 રાખડીઓ મોકલાઇ



સતત ચોથા વર્ષે દેશની સરહદે રક્ષા કરતા જવાન ભાઇઓ માટે તેઓના સ્વાસ્થ્ય અને રક્ષણની કામના સાથે રાખડીઓ મોકલાઇ*

(પ્રતિનિધિ) વડોદરા તા. 09


વડોદરા શહેરના સૌથી વિશાળ બહોળો સમુદાય ધરાવતો ડભોઇ દશાલાડ સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા ડભોઇ દશાલાડ ભવન ખાતે સતત ચોથા વર્ષે દેશની સરહદો પર ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં અને ગમે તે ઋતુઓમાં દેશની સુરક્ષા માટે અડીખમ ખડે પગે ફરજ બજાવતા અને માં ભારતીની રક્ષા કરતા વીર જવાનો માટે પ્રમુખ દિલીપભાઈ શાહની અધ્યક્ષતામાં કારગીલ સરહદે , પાકિસ્તાન , લદાખ સહિતની દેશની સરહદ ઉપર સુરક્ષા કરતા જવાન ભાઇઓ માટે રક્ષાબંધન પર્વના પૂર્વાર્ધમાં ભાઈ બહેનનો અતૂટ પ્રેમ કેવો હોય , મહિલાઓ પોતાના ભાઈ સમાન જવાનોની રક્ષા માટે રાખડીઓ મોકલીને અમારા વીરોઓની રક્ષા કરશો એવી પ્રભુને પ્રાર્થના કરીને 11000 થી પણ વધુ તિરંગા કલરની વિવિધ જાત ભાતની રાખડીઓ સંજયભાઈ બછવાનીને રૂબરૂમાં આપીને મોકલવામાં આવી. આ પ્રસંગે સમાજ ટ્રસ્ટના આગેવાનો મુકેશભાઈ મઠીયા, બાબુદલાલ, સંજય શાહ, નિલેશશાહ,અમરીશભાઈ ,દુષ્યંતભાઈ વકીલ , મનોજ શાહ ,મીડિયા કમિટીના રાજેન્દ્ર.જે. શાહ , ભવન ના કર્મચારીઓ અશોકભાઈ શાહ દીપકભાઈ શાહ સહિત સમગ્ર કારોબારીની ટીમ વિગેરે ઉપસ્થિત રહીને સુંદર કાર્યક્રમનું આયોજન જોવા મળ્યું.પ્રમુખ દિલીપભાઈ શાહે કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત બહેનો કારોબારી, ટ્રસ્ટીઓ, માજી પ્રમુખો ભવના હોદ્દેદારો તમામનો સહકાર આપવા બદલ આભાર માન્યો હતો.

Most Popular

To Top