ડભોઇ ના ઐતિહાસિક ગામ તળાવના કિનારે દશાલાડ વાડી સામે આવેલા MGVCLના ટ્રાન્સફોર્મર ની શેફ્ટી ગ્રીલ તુટી જવા પામી છે. ટ્રાન્સફોર્મર ની પેટીઓ ઉઘાડી રહે છે. રખડતા પશુઓ અને અસ્થિર મગજની મહિલા વીજ કંપનીના ટ્રાન્સફોર્મરની લોખંડની ગ્રીલ પર કપડા સુકાવી રહી છે. એટલુ ઓછુ હોય તેમ મોતના સામાન સમાન ટ્રાન્સફોર્મર પાસે જ વિસ્તારનો મણબંધી કચરો પણ ઠલવાતો હોવાથી આગ લાગવાના સંકેત પણ મળી રહ્યા છે. છતા આળસુ અને બેદરકાર MGVCLના અધિકારી કોઇ હોનારતની રાહ જોતા હોય તેવી પરિસ્થિતિ નુ નિર્માણ થવા પામ્યુ છે.
કહેવાય છે કે “ રંડાયા પછી નુ ડહાપણ નકામુ ” પાણી આવતા પહેલા પાળ બાંધે તેને ચેતના કહેવાય. પરંતુ વહેણ પોતાના પગ તળે આવી જાય પછી જાગે તેને બેદરકારી અને આળસ કહેવાય. આવુ જ કઈક ડભોઇ ની વીજ કચેરીના અધિકારીઓમા જોવા મળી રહ્યુ છે. નવુ કઈ કરવુ નહી પરંતુ જે થયેલુ છે.તેને પણ સાચવવુ નથી.જેનો જીવંત પુરાવો દશાલાડ વાડી સામે આવેલ ખુલ્લા જોખમી ટ્રાન્સફોર્મર આપી રહ્યા છે.બે વર્ષ અગાઉ આજ ટ્રાન્સફોર્મર આજુબાજુ મા નખાતા કચારાને કારણે ભડભડ સળગી ઉઠયા હતા.છતા પણ વીજ કંપનીએ કોઇ બોધ પાઠ લીધો નથી.ત્યારે હવે રખડતી ગાયો ના ઝુંડ ,રખડતા કુતરા, બકરા ના ટોળા અને રોજીરોટી મેળવવા માટે કચરામાથી પ્લાષ્ટીક અને ભંગાર વિણતા ગરીબ શ્રમિકો તેમજ અસ્થિર મગજ ની મહિલા જે કાયમી લોખંડ ની ગ્રીલ પર કપડા સુકાવી રહી છે.MGVCL ની બેદરકારી ને કારણે આમાથી કોઇ અકસ્માતે કાળ નો કોળીયો બની જાય તો નવાઇ નહી.
ડભોઇ દશાલાડ વાડી સામે MGVCLના જોખમી ટ્રાન્સફોર્મર મોતને આમંત્રણ સમાન
By
Posted on