આદ્ય શક્તિની આરાધનાના નવલી નવરાત્રીના મંગલ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. નવરાત્રિના પર્વમાં ભક્તિ અને શક્તિની આરાધનામાં માઈ ભક્તો લીન બની જશે. ત્યારે માતાજીના ગરબામાં સુરોના તાલે ખેલૈયાઓ હિલોળે ચડશે. આ સુરોના તાલ લયબદ્ધ નીકળે તે માટે ઢોલ-નગારા સહિત વાજિંત્રોને પણ તૈયાર રાખવા પડે છે. એ માટે તેને રીપેરીંગ કરાવવા માટે ડભોઇમાં કસબીઓ ને ત્યાં મંડળના યુવકો પહોંચી જાય છે અને સત્વરે તે રીપેરીંગ કરાવી ને નવરાત્રીના મહોત્સવ નિમિત્તે તેને ભજન મંડળીને સોંપવામાં આવે છે.
નવરાત્રી પર્વ આદ્ય શક્તિની આરાધના માટે માતાજીની પણ સ્થાપના કરવાની હોવાથી મા અંબા જગદંબાની મૂર્તિઓ પણ મંડળના આયોજકો ખરીદી લાવીને તેને ગરબા ના સ્થાને સ્થાપના કરતાં હોય છે. એ માટે પણ તેઓએ માં અંબા જગદંબાની મૂર્તિઓ પણ બુક કરાવી દીધી છે. જ્યારે નવ દિવસ સુધી યુવાધન માતાજીની આરાધના કરતા હિલ્લોળે ચઢશે. જેમાં મીઠા સુર તાલ માટે વાજિંત્રોને સજ્જ રાખવા જરૂરી છે. સંગીત ના તાલે ગરબે ઘુમાવતા ગાયકોને વાંજિત્ર નો મિઠો અને સૂરીલો સહકાર મળવો જરૂરી છે. ત્યારે ડભોઇમાં ઢોલ, તબલા, નગારા અને સંગીતના સાધનો બનાવતા કસબીઓ પાસે હાલ ગરબા આયોજકો ધ્વારા સંગીતના સાધનો ને રીપેરીંગ કરાવવા,નવા ખરીદવા અને સુરતાલને બંધ બેસતો કરાવવાની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે સંગીતના કસબીઓ પણ માતાજી ની આરાધના માં પોતે બનાવેલા વાજિંત્રોથી સુરીલા અને મીઠા સંગીત રેલાય તેની તનતોડ મહેનત કરી રહ્યા છે.
ડભોઇમાં સંગીતના વાજિંત્રો બનાવતા કારીગરો નવરાત્રીની તૈયારીમાં વ્યસ્ત
By
Posted on