Vadodara

ડભોઇમાં ભારે પવન સાથે વરસાદ, પીપળો ધરાશાયી, ત્રણ મકાનોને નુકસાન..

ડભોઇ નગરમાં મોડી સાંજે ભારે પવન ફૂંકાયો અનેક વૃક્ષો ધરાશાઈ થવાની ઘટના સામે આવી જેમાં ડભોઇ નગરના રબારી વાગા વિસ્તાર નજીક મોરચા ફળિયા માં જૂનું પીપળા નું વૃક્ષ ધરાશાઈ થતા 3 જેટલા મકાનો ને નુકશાન થવા પામ્યું હતું સમગ્ર ઘટનામાં મોટી જાનહાનિ થતા તળી હતી તો એક નાની બાળકી ને સામાન્ય ઈજા થવા પામી છે.

ડભોઇ પંથકમાં હવામાન વિભાગની આગાહી મુજબ મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે તેવામાં પંથકના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો ધૂળની ડમરી રોડ ઉપર ઉડી હતી આં વચ્ચે ડભોઇ નગરના રબારી વાગા વિસ્તાર માં મોરચા ફળિયા વિસ્તાર માં જૂનું પીપળા નું વૃક્ષ આવેલ હતું ભારે પાવન ફુંકાતા વૃક્ષ અચાનક ધરાશાઈ થતા વૃક્ષ નજીક રહેતા દિલીપભાઈ મંગળભાઈ વસાવા, જીગાભાઈ પ્રભૂભાઈ વસાવા, અને અશોકભાઈ ગોપાલભાઈ વસાવાના મકાન ઉપર વૃક્ષ પડતા 3 જેટલા મકાનો ને ભારે નુકશાન થવા પામ્યું હતું. સમગ્ર ઘટનામાં મોટી જાનહાનિ થતા તળી હતી પરંતુ એક નાની બાળકી ને સામાન્ય ઈજા થવા પામી હતી.

Most Popular

To Top