કુંભારવગા વિસ્તારના લોકો 20 હજાર જેટલી માટલીનું વેચાણ કરશે
નવલી નવરાત્રી પર્વને લઈ ડભોઇના ધર્મપ્રેમી અને ઉત્સવ પ્રેમી લોકોમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી પર્વ મા નગરમા વસતા કુંભારો ધ્વારા માટીમાથી બનાવેલી માઁ અંબાની મુર્તિઓ તેમજ કલાત્મક રંગબે રંગી ગરબી નવરાત્રી પર્વને લઈ બજાર મા વેચાણ અર્થે મુકવામા આવી છે. જ્યારે ડભોઇ સહિત ગ્રામ્ય વિસ્તારો અને આજુબાજુના તાલુકાઓમા પણ ગરબીઓનુ વેચાણ થઈ રહ્યુ છે. જેથી નવરાત્રી પર્વમા ધાર્મિક ભક્તિ સાથે માઁ અંબાના પર્વની શ્રધ્ધા અને ભક્તિભાવ પુર્વક ઉજવણી કરવાનો નગર અને પંથકના લોકો મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ડભોઇ નગર ના કુંભારવગા વિસ્તારમા વસતા કુંભારો પાછલા એક સપ્તાહથી નવરાત્રી પર્વને લઈ માતાજીની આરાધના માટે ગરબીઓ બનાવવાના કલાત્મક કારીગરીના કામોમા વ્યસ્ત થઈ પડ્યા છે. માટીમાથી સુંદર ગરબીઓ ,કોડીયા તેમજ કુલડી બનાવી તેના પર નક્શીકામ કરી ત્યારબાદ ર્ંગ lબે રંગી કલર કામ કરી આકર્ષક ગરબીઓ તૈયાર કરાય છે.નવરાત્રી પર્વ દરમ્યાન નગરના કુંભારવાગા વિસ્તાર મા 20,000 ગરબીઓનુ વેચાણ થતુ હોવા સાથે આજુબાજુ ના તાલુકાઓ સુધી પણ નગર lના કુંભારો ધ્વારા બનાવવામા આવતી માટીની ગરબીઓનું ધુમ વેચાણ થાય છે. લોકોમા તેનુ આકર્ષણ પણ એટલુજ જોવા મળતુ હોવાથી માટીની કલાત્મક ગરબીઓ lની માંગ પણ રહે છે. રુપિયા- 200 થી 300 મા વેચાતા ગરબીનો સેટ સસ્તો પડવા સાથે તેમા લોકો ની શ્રધ્ધા પણ રહેલી હોવાથી તેમજ કુંભારો ધ્વારા માતાજીની ગરબીઓ બનાવવામા પણ મન, મગજ,અને મંથન કામે લાગતુ હોવાથી તેઓની કલા કારીગરી ખીલી ઉઠે છે.vઆમ નવલી નવરાત્રી ના આરાધના ભક્તિ,શક્તિ ના પર્વ મા માટીની આકર્ષક,કલાત્મક ગરબીઓની માંગ જોવા મળી રહી છે.
સઈદ મનસુરી ડભોઇ (ફોટો)