Vadodara

ડભોઇના દંગીવાળા ગામે મકાન નજીકની ખાડીમાં મગર આવી ગયો

ડભોઇ તાલુકામાં 2 દિવસ પૂર્વે ઢાઢર નદીમાં પુરની પરિસ્થિતિ જોવા મળી હતી. પૂરને કારણે 7 ગામોના મુખ્ય માર્ગો ઉપર ઢાઢરનાં પાણી ફરી વળ્યા હતા. તેવામાં નદીના પ્રવાહમાં મગર તણાઈ આવાની ઘટના સામે આવી છે. 12 થી 13 ફૂટનો મહાકાય મગર દંગીવાળા ગામના મકાન નજીક ખાડી માં આવી જતા વન વિભાગ કામે લાગ્યું હતું અને મગરને રેસ્કયુ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

પુર આવે એટલે જળચર પ્રાણીઓ રહેણાક વિસ્તારમાં આવી જવાની ઘટના બનતી હોય છે. તેવામાં બે દિવસ પૂર્વે ઢાઢર નદીમાં ઘોડાપૂર આવ્યું . જેને કારણે કેટલાક જળચર પ્રાણીઓ રહેણાક વિસ્તારો અને ખેતરોમાં જોવા મળતા હોવાની બૂમો ઉઠવા પામી છે. ત્યારે ગત રોજ એક 12 થી13 ફૂટનો મહાકાય મગર ડભોઇ તાલુકાના દંગીવાળા ગામનાં એક મકાન નજીક આવેલ ખાડીમાં જોવા મળતા સ્થાનિક રહીશો દ્વારા ડભોઇ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશન ને જાણ કરી હતી. જે આધારે એન.એસ.એફ ટીમ અને વન વિભાગ દ્વારા મગર ને રેસક્યુ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ અંધારાનો લાભ લઈ મગર સ્થળ ઉપરથી પલાયન થયો હોય મગર રેસક્યું કરવામાં સફળતા મળી નાં હતી. વન વિભાગ દ્વારા કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે.

Most Popular

To Top