Vadodara

ઠેકરનાથ યુવક મંડળ દ્વારા 27 ફૂટ ઉંચી દશામાની મૂર્તિને વાજતેગાજતે લવાઈ

*અષાઢ વદ અમાસથી દશામાં વ્રતપર્વનો પ્રારંભ
*દસ દિવસ સુધી ચાલનાર આ પર્વની ઉજવણી ઠેકરનાથ યુવક મંડળ દ્વારા દર વર્ષે ભવ્ય રીતે કરવામાં આવે છે*

*દશામાં ની પ્રતિમાના આગમન થી માંડી વિસર્જન સુધી અહીં દરરોજના લોકોની ભારે ભીડ જોવા મળે છે સાથે જ અહીં માતાજીના ગરબા પૂજન આરતીમાં ઘણી બહેનો આવે છે*


દશામાની આરાધનાનો પર્વ 4 ઓગસ્ટના રોજથી શરૂ થનાર છે. શહેરમાં ઠેરઠેર માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવનાર છે. શહેરમાં દશામાં ની મૂર્તિઓના સ્ટોલ પણ લાગી ગયા છે. જ્યાં મૂર્તિકારો દ્વારા મૂર્તિઓના કલર તથા આખરી ઓપ,શણગારને આપી દેવામાં આવ્યો છે.બીજી તરફ હવે પંડાળોમા મોટી મકર્તિઓની સ્થાપના માટેની તૈયારીઓ ચાલી રહી છે. ઓર્ડર મુજબ તૈયાર કરાવેલી મૂર્તિઓને હવે વિવિધ મંડળો દ્વારા શણગાર, ડેકોરેશન કરવાના હોય અત્યારથી જ લઇ જતાં નજરે પડી રહ્યાં છે. ત્યારે શહેરના ઠેકરનાથ યુવક મંડળ દ્વારા શહેરની સૌથી મોટી અને માટીની 27 ફૂટની દશામાની મૂર્તિની સ્થાપના પણ ઠેકરનાથ વિસ્તારમાં કરવામાં આવનાર છે. જેને લઇને શહેરના માર્ગો પર માતાજીની મૂર્તિ લઈને તેમના સ્થાપના સ્થળે લઈ જવામાં આવી રહી હતી. ભારે હર્ષોલ્લાસ સાથે માતાજીના જયઘોષ વચ્ચે આ મૂર્તિ લઈ જવાઈ હતી. પાણીની ટાંકી પાસેથી પસાર થતાં ભક્તોએ મુર્તિનું સ્વાગત કર્યું હતું.વાજતેગાજતે લ ઇ જવાતી આ વિશાળકાય મૂર્તિએ લોકોમાં આકર્ષણ જણાવ્યું હતું અને લોકો મોટી સંખ્યામાં મૂર્તિ જોવા અને સ્વાગત કરતાં જોવા મળ્યાં હતાં.

Most Popular

To Top