Vadodara

ઠગ બિલ્ડર અપૂર્વ પટેલનું વધુ એક ચિટિંગ, ગ્રાહકની જાણ બહાર રૂ.26.40 લાખની લોન લઈ લીધી

મહાઠગ બિલ્ડર સામે વધુ એક ઠગાઇની ફરિયાદ, લોન કરાવવાની ના પાડી હોવા છતાં ગ્રાહકના ધ્યાન બહાર લોન મંજૂર કરાવી હતી, અમદાવાદથી નોટિસ આવતા બિલ્ડિંગના કાંડનો ભાંડો ફુટ્યો

 (પ્રતિનિધિ) વડોદરા તા.15

મહાઠગ બિલ્ડર અપૂર્વ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. જેમાં મેપલ ગ્રીનમાં ફ્લેટ ખરીદનાર ગ્રાહકે  હોમલોનની ના પાડી હોવા છતાં બિલ્ડરે તેમની જાણ બહાર બારોબાર 26.40 લાખની લોન કરાવી લીધી હતી. જેના હપ્તા પણ બિલ્ડર જ ભરતો હતો. અમદાવાદ બેન્કમાંથી મોકલેલી ગ્રાહકને નોટિસ મળતા બિલ્ડરના કાંડનો ભાંડો ફૂટી ગયો હતો. જેથી ગ્રાહકે અપૂર્વ પટેલ સામે છેતરપિંડની ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા પંચવટી એપાર્ટમેન્ટમાં રહેતા રૂપેશ કુંજબિહારી ગાંધી હાઇસુંગ ફાયનાન્સની ઓફિસમાં નોકરી કરે છે. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2014માં માંજલપુર ખાતે શ્રીરંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની બિલ્ડર અપૂર્વ દિનેશ પટેલની આવેલી મેપલ ગ્રીન સાઇટ પર ફ્લેટની સાઇટ પર પત્ની સાથે ગયો હતો. ત્યારે બિલ્ડરે અમને ફ્લેટની કિંમત 35 લાખ બતાવી હતી. મારી લોન મંજૂર થાય છે તેમ કહ્યું હતું. ત્યારબાદ મારી તથા મારી પત્ની એપ્લિકેશન ફોર્મ પર સહી કરાવી લીધી હતી અને પાસપોર્ટ સહિતના ફોટોગ્રાફ્સ સહિત જરૂરી ડોક્યુમેન્ટ પણ આપી દીધા હતા. મેને અપૂર્વ પટેલ ઓફિસ પર બોલાવ્યા હતો અને નોટરી તૈયારી કરી તેના પર મારી સહી કરાવડાવી હતી.બ્રાન્ચે મેનેજર ફ્લેટની કિંમત 33 લાઘણી 26.40 લાખ થશે અને બાના પેટે રૂ. 6.60 લાખ ભરવા પડશે તેમ જણાવ્યું હતું. મારા જન્મ દિવસે દસ્તાવેજ કરવા હોય અમે ઉતાવળ કરી હતી પરંતુ મારી પાસે રૂપિયા સગવડ નહી થતા બિલ્ડર પાસે રૂપિયાની માગણી કરી હતી જેથી તેણે બેન્કમાં મારી લોન નહી કરવા માટે લેખિત જાણ પણ કરી હતી. તેમ છતાં બિલ્ડરે લોન કેન્સલ કરાવી ન હતા. જ્યારે બેન્ક ઓફ ઇન્ડિયા અમદાવાદથી મારા, મારી પત્ની તથા બિલ્ડર અપૂર્વ પટેલ વિરુદ્ધ ફરિયાદ નકલ મળી હતી. ત્યારે હોમ લોન મારા નામે થઇ હોવાની જાણ થઇ હતી.  પરંતુ બિલ્ડરે કોઇ ફ્લેટનું કોઇ રજિસ્ટર્ડ બાનાખત કે વેચાણ દસ્તાવેજ કરી  આપ્યો નથી.આમ બિલ્ડર મારી જાણ બહાર હોમ લોન કરાવીને છેતરપિંડી આચરી છે.

Most Popular

To Top