રાજસ્થાનનો પરિવાર રાણકપુર એકસપ્રેસ ટ્રેનમાં બેસી બોરીવલ્લી જતો હતો
વડોદરા સ્ટેશન પહેલા યાર્ડમાં ધીમી પડતા અંધારાનો લાભ લઇને ગઠિયો પર્સ લઇ ચાલુ ટ્રેને ઉતરી પડ્યો
રાજસ્થાનથી રાણકપુુરા ટ્રેનમાં બેસીને બોરીવલ્લી આવતી વેળા મહિલાના માથા પાસેથી મુકેલા થેલામાંથી ચોર રૂા. 1.31 લાખની મતા ભરેલા પર્સની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. વડોદરા સ્ટેશન પહેલા યાર્ડમાં ટ્રેન ધીમી પડતા ચોર પર્સ ચોરીને ભાગ્યો હતો મહિલાએ બુમાબુમ કરી હતી પરંતુ ચોર ચાલુ ટ્રેનમાં નીચે ઉતરી ભાગી ગયો હતો. રેલવે પોલીસે મહિલાની ફરિયાદના આધારે તસ્કરની શોધખોળ હાથ ધરી છે. રાજસ્થાન ખાતે રહેતા વિનોદકુમાર નારમણલાલજી સેન (ઉં.વ.49) કેટરર્સનો ધંધો કરે છે. 4 માર્ચના રોજ સાંજના સમયે રાજસ્થાનના ફાલના રેલવે સ્ટેશન પરથી તેમની પત્ની સીમા તથા નાના ભાઈ લાદુ સાથે બોરીવલ્લી રેલ્વે સ્ટેશન જવા માટે ટિકિટ લઇને રાણકપુર એક્સપ્રેસ ટ્રેનના કોચમાં બેઠા હતા. તેમની પત્નીએ શીટ નીચે પોતાનો સામાન લઈ બે ત્રણ કલાક બાદ શીટનું વેઇટીંગ હોય એડજસ્ટ કરી બેઠા હતા. તે દરમિયાન તેમની પત્નીએ થેલામાં મોબાઇલ, એક તોલા સોનાની માથામાં પહેરવાની રખોડી બોર બે નંગ 60 હજાર, એક ગળામા પહેરવાની સોનાની ચેઇન .રૂ.25 હજાર અને રોકડા રૂ.45 હજાર તેમજ આધારકાર્ડ, પાનકાર્ડ,એ.ટી.એમ કાર્ડ યુનિયન બેંક પરચુરણ સામાન એક પર્સમાં મુક્યો હતો અને તે પર્સ મોટા થેલામાં મુકી પત્નીએ તેના માથા પાસે રાખ્યો હતો. દરમિયાન વડોદરા રેલ્વે સ્ટેશન આવતા પહેલા યાર્ડમા પાંચ મિનિટ પહેલા ટ્રેન ધીમી પડી હતી. તે સમય દરમિયાન લાઇટ બંધ હતી અંધારાનો લાભ લઇને તેમની પત્નીના માથા પાસે રાખેલા થેલાંમાથી ગઠિયો 1.31 લાખની મતા ભરેલુ પર્સ કાઢીને લઇ ટ્રેન ધીમી ચાલતી હોય ચાલુ ટ્રેનમાં ઉતરી ગયો હતો. મહિલાએ ચોર ચોરની બુમો પાડી હતી પરંતુ ચોર ભાગી જવામાં સફળ રહ્યો હતો. રેલવે પોલીસે મહિલાના પતિની ફરિયાદના આધારે ચોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમા કર્યા છે.
ટ્રેનમાં મહિલાના માથા પાસેથી રૂા. 1.31 લાખની મતા ભરેલા પર્સની ચોરી
By
Posted on