પત્નીની અનિચ્છા વિરુદ્ધ પતિ મોરબી ટાઇલ્સ ફેક્ટરીમાં કામ અર્થે લઇ જતો હતો
ટ્રેન વડોદરા રેલવે સ્ટેશને ઉભી રહેતાં પરપ્રાંતીય મહિલા ટ્રેનમાંથી ઉતરીને શહેરના સમા વિસ્તારમાં પહોંચી ગઇ હતી
આસામના દંપતિ મોરબી ખાતે કામ અર્થે ટ્રેનમાં નિકળ્યા હતા પત્નીની અનિચ્છા હોવા છતાં પતિ દ્વારા ટાઇલ્સ ફેક્ટરી ખાતે જતાં હતાં તે દરમિયાન વડોદરા રેલવે સ્ટેશને ટ્રેન રોકાતા પરપ્રાંતીય મહિલા ટ્રેનમાંથી ઉતરીને વડોદરા રેલવે પ્લેટફોર્મ થી ફરતાં ફરતાં શહેરના સમા વિસ્તારમાં પહોંચી ગઇ હતી અને સમા વિસ્તારમાં એકલી ફરી રહી હતી જેને જોઇ એક ત્રાહિત સેવાભાવી વ્યક્તિએ 181 અભયમની હેલ્પલાઇન ટીમને કોલ કરી જાણ કરતાં અભયમ રેસ્ક્યુ ટીમ સયાજીગંજ સમા ખાતે પહોંચી ગઇ હતી અને સ્થળ પરપ્રાંતીય મહિલા સાથે વાતચીત કરી તેને સુરક્ષિત આશ્રય આપ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર,ગત રોજ શહેરના સમા વિસ્તારમાંથી એક ત્રાહિત વ્યક્તિએ 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી માહિતી આપી હતી કે, એક મહિલા કેટલાક સમયથી અહી ફર્યા કરે છે જેથી અભયમ રેસ્ક્યુ ટીમ સયાજીગંજ સ્થળ પર પહોચી હતી અને મહિલા સાથે વાતચીત કરતા તેઓ આસામના હોવાનું જણાવ્યું હતું. મૂળ આસામ રાજ્યના કોન્ટ્રાકટર કેટલાક લોકોને મોરબી ટાઇલ્સ ફેકટરીમાં કામ માટે રેલ્વે દ્વારા લઇ જતો હતો. મહિલાને આસામ થી ગુજરાત ફેકટરીમાં કામ કરવાની અનિચ્છા હતી તેમ છતાંય તેણીના પતિ ઈચ્છા વિરુદ્ધ આસામથી ગુજરાત લઇ આવ્યો હતો જ્યાં ટ્રેન વડોદરા સ્ટેશને ઉભી રહેતાં મહિલા ટ્રેનમાંથી ઉતરીને વડોદરા પ્લૅટફૉર્મ થી બહાર નિકળી ફરતા ફરતા શહેરના સમા સુઘી પહોંચી ગઇ હતી.ત્યારે અભયમ ટીમ દ્વારા મહિલાને આ રીતે અજાણ્યા વિસ્તારમાં એકલાં નીકળી જવુ હિતાવહ નથી તેવી માહિતી આપી હતી જેથી મહિલાએ પોતાનાં ગામ પરત જવાનું જણાવતાં ટ્રેન બે દિવસ પછીની હોય ઓ. એસ. સી વડોદરામા આશ્રય અપાવવામાં આવ્યો હતો મહિલાને પોતાનાં વતનનું ગામ અને જીલ્લાનુ નામ યાદ હોવાથી ગૂગલ દ્વારા ત્યાંના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને આસામ પોલીસે તે વિસ્તારના કોન્ટ્રાકટરનો સંપર્ક નંબર મેળવી મહિલાના પતિ સાથે વાતચીત કરી ધટના વિષે અને તેમનાં પત્ની પરત વતન જઇ રહી છે તેમ માહિતગાર કર્યા હતાં.
આમ, પર પ્રાંતિય મહિલાને અભયમ વડોદરા ટીમ દ્વારા સુરક્ષિત સ્થાને આશ્રય આપી યોગ્ય મદદ પુરી પાડવામાં આવી હતી.