વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીએ હાલના દિવસોમાં વડોદરા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવેની ટ્રાફિક સમસ્યા અંગે સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે. ખાસ કરીને વડોદરા નજીકના સાંકડા પુલ પરથી પસાર થતી ભારે વાહનવ્યવહારની સમસ્યા છેલ્લા 2-3 દિવસથી વધુ ગંભીર બની છે. સાંસદે જણાવ્યું કે સાંકડા પુલ અને માર્ગને કારણે અવરજવર ધીમી પડતી હોય છે અને લોકોનો સમય બગડે છે. લોકો ટ્રાફિકમાં ફસાઈ જાય છે, તે ટાળવા માટે તાત્કાલિક પગલાં લેવાની માગણી તેમણે મંત્રીને કરી છે. આ મુદ્દે યોગ્ય આયોજન કરીને રસ્તાની સમસ્યા ઉકેલવા પર ભાર મૂકાયો છે.
