ટ્યુશન ક્લાસીસ સંચાલકોમાં ફફડાટનું વાતાવરણ
નવા આવનારા કાનુનથી ક્યા પ્રકારના બદલાવ કરવા પડશે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી


( પ્રતિનિધી )વડોદરા,તા.12
સુપ્રિમ કોર્ટ દ્વારા તાજેતરમાં રાજય સરકારોને કોચિંગ સ્ટડી સેન્ટરોનું બરાબર નિયમન થાય તે માટે ગાઈડલાઈન બનાવવાની સુચના આપતા ગુજરાત સરકાર પણ હરકતમાં આવી છે. જેને કારણે કોચિંગ ક્લાસ ચલાવતા સંચાલકોમાં ફફળાટ વ્યાપી જવા પામ્યો છે.
વડોદરા શહેરના એક ખાનગી કોચિંગ ક્લાસમાં સંચાલકો એકત્ર થયા હતા. જ્યાં એક અગત્યની મિટિંગ યોજાઈ હતી. જેમા નવા આવનારા કાનુનથી ક્યા પ્રકારના બદલાવ કરવા પડશે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેતન પુરાણી, અશ્વિન પરમાર, યુનિવર્સિટી ના પુર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, શિક્ષક રઘુવીર સહિતના સંચાલકો અગ્રણીઓ ઉપસ્થિત રહી કોચિંગ આવનારા કાયદા અને નિયમો અંગે વિસ્તૃત સમજ આપી હતી. કેવા કેવા ફેરફાર આવશે એની પણ છણાવટ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પાછલા થોડા વર્ષોમાં આગના તથા આપધાત ના બનાવોમાં , વિદ્યાર્થીઓમાં કેરીયરને લઈને વધુ પડતો તનાવ વિગેરે કિસ્સાઓ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે અને એના કારણે કોર્ટોમાં થયેલી રીટ પીટીશનના કારણે સરકાર ઉપર પણ આ અંગે કાયદો બનાવવા દબાણ વધી વધ્યું છે. આજની મળેલી બેઠકમાં સરકારે આ અંગે કમિટી બનાવી છે. ત્યારે જેમને સીધી અસર થવાની છે એવા કોચિંગ ક્લાસના પ્રતિનિધિઓને પણ સામેલ કરવાની રજૂઆત સાથે માંગ કરવામાં આવશે.