ભરથાણા ટોલ પ્લાઝા ઉપર સ્થાનિક લોકોને ટોલ ફ્રી કરવાની માંગ સાથે રજૂઆત
આગામી દિવસની અંદર જો ટોલ ફ્રી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

( પ્રતિનિધિ )વડોદરા,તા.1
ભરથાણા ટોલ પ્લાઝા ઉપર સ્થાનિક લોકોને ટોલ ફ્રી કરવાની માંગ સાથે ટોલ પ્લાઝા ખાતે રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા છ મહિનામાં બે વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેને લઇને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા આ મામલે જો આગામી દિવસોમાં ટોલ ફ્રી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

કરજણના ભરથાણા ટોલ પ્લાઝા ઉપર સ્થાનિક લોકોને ટોલ ફ્રી કરવાની માંગ સાથે આસપાસના ગ્રામજનો અને સ્થાનિક લોકો દ્વારા ટોલ પ્લાઝા ખાતે રજૂઆત કરી હતી. સાથે જ માંગણી નહીં સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અત્રે ઉલ્લેખનિય છે કે, ટોલટેક્સમાં છેલ્લા 6 મહિનામાં 2 વાર ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે, કરજણ ખાતે આવેલી ભરથાણા ગામ પાસે જે ટોલ પ્લાઝા આવેલો છે. ત્યાં મૌખિક રજૂઆત કરવા માટે આવ્યા હતા. વડોદરા જિલ્લાને ફ્રી કરવામાં આવે તેવી રજૂઆત લઈને આવ્યા હતા. જીજે 5, જીજે 16 ફ્રી કરવામાં આવતું હોય તો જીજે 6 સાથે અન્યાય કઈ રીતના કરવામાં આવે છે. એને લઈને રજૂઆત કરવામાં આવ્યા હતા તેમજ 67 ટકાનો છેલ્લા 6 મહિનાની અંદર જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેને લઈને અમારો સખત વિરોધ છે કે 67% જે ભાવ વધારો છે એ ચલાવી લેવામાં નહીં આવે. 20 વર્ષ પહેલાં જે રોડ બન્યો હતો એ રોડની અંદર જો 67% નો ભાવ વધારો કરવામાં આવે છે. એ ક્યારેય સહન કરી લેવામાં નહીં આવે અને વડોદરા જિલ્લાની જે તમામ જનતા છે એને જગાડવાની જરૂર છે. કારણ કે આ લોકો દ્વારા કપડા ઉતારી લેવા સુધીના ભાવ વધારા કરી અને આગામી દિવસની અંદર જો ટોલ ફ્રી કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું એ રજૂઆત કરી છે.

