Vadodara

ટેક્નિકલ કર્મચારીઓને સરકારી પંચ તરીકે નહીં મોકલવા વીજ કંપનીઓને સુચના

ગુજરાત વિદ્યુત ટેક્નિકલ કર્મચારી મંડળે કરેલી ધારદાર રજૂઆતની અસર વર્તાઈ :
નાર્કોટિક્સના કેસમાં અધિકારીઓ કર્મચારીઓને સરકારી પંચ તરીકે ફાળવવામાં આવતા હોવા સામે વાંધો ઉઠાવ્યો હતો :


( પ્રતિનિધિ )વડોદરા,તા.10

પોલીસ દ્વારા નાર્કોટિક્સના કરવામાં આવી રહેલા કેસ દરમિયાન આ કેસોમાં સચોટ અને નિર્ભય જુબાની આપી શકે તે આધારે કેસના ટ્રાયલ દરમિયાન આરોપીને વધુમાં વધુ અને સખત સજા થાય તે હેતુસર ગુનાના સ્થળ ઉપર સરકારી કર્મચારીની પંચ તરીકે મદદમાં મળી રહે તે માટે જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓના અધિકારીઓ કર્મચારીઓને સરકારી પંચ તરીકે ફાળવવામાં આવતા હતા. જેની સામે વાંધો ઉઠાવી ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળ દ્વારા ઉચ્ચ સ્તરીય રજુઆત કરી હતી. જે ધારદાર રજૂઆતને પગલે હવે કોઈપણ ટેકનીકલ કર્મચારીઓને સરકારી પંચ તરીકે મોકલવામાં નહીં આવે તેવી તમામ કંપનીઓને સુચના આપવામાં આવી હતી.

રાજ્યમાં કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા અને યુવાધનને નશાખોરીના અસામાજિક દુષણથી બચાવવા પોલીસ જ્યારે નાર્કોટિક્સના કોઈ કેસ કરે ત્યારે, તેવા અતિગંભીર કેસોમાં સચોટ અને નિર્ભય જુબાની આપી શકે અને તેના આધારે કેસના ટ્રાયલ દરમિયાન આરોપીને વધુમાં વધુ અને સખત સજા થાય તે હેતુસર ગુનાના સ્થળે સરકારી કર્મચારી પંચ તરીકે મદદમાં મળી રહે તે માટે જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓના અધિકારીઓ કર્મચારીઓને પણ સરકારી પંચ તરીકે ફાળવવામાં આવતા હતા. જોકે કરેલી જોગવાઈ મુજબ પંચોની પસંદગી સમયે સરકારી કર્મચારી ખાસ કરીને સિનિયર ક્લાર્ક કે તેનાથી ઉપલા દરજ્જાના કર્મચારી અધિકારી હોય તેઓને જ આ પંચોમાં લેવા કે, જેથી આવા મહત્વના કેસોમાં ન્યાયાધીશો ઉપર પણ તેમના કોર્ટ રૂબરૂના નિવેદનની સારી અને સચોટ અસર પડી શકે છે. જોકે આ ઠરાવમાં સ્પષ્ટતા કરેલી હોવા છતાં પણ જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓના ટેકનિકલ કર્મચારીઓને પણ પોલીસ પંચનામા વખતે સરકારી પંચ તરીકે ફાળવવામાં આવતા હતા. ત્યારે, જીયુવીએનએલ અને સંલગ્ન કંપનીના ટેકનીકલ કર્મચારીઓ દ્વારા ખૂબ જ અગત્યની જવાબદારીઓ સંભાળવાની થતી હોય પણ પંચ તરીકે નિમણૂક કરવામાં આવે. ત્યારે તેઓને રોજિંદા કામ ઉપરાંત પંચ તરીકે ફાળવવામાં આવેલ કામ કરવાની પણ ફરજ પાડવામાં આવતી હતી. ઘણા બધા ટેકનિકલ કર્મચારીઓને પંચના કામ અંતર્ગત ફરજના કલાકો પછી પણ કામગીરી બજાવવાની થતી હોય દરરોજના કામમાં ખલેલ પહોંચતી હતી. ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળના સેક્રેટરી જનરલ આર.આર.ખત્રી સહિતના હોદ્દેદારો દ્વારા ગત તારીખ પાંચ જૂન ના રોજ સંબંધિત ગાંધીનગર ખાતેના વિભાગ સહિત જીયુવીએનએલના એમડીને રજૂઆત કરવામાં આવી હતી જે ધારદાર રજૂઆતની અસર વર્તાઈ હતી. ત્યારે રજૂઆતના આધારે વિભાગના એમડી દ્વારા હવેથી કોઈપણ ટેક્નિકલ કર્મચારીઓને સરકારી પંચ તરીકે મોકલવા નહીં આવે તેવી સૂચના તમામ કંપનીઓમાં આપવામાં આવી હતી.

Most Popular

To Top