Vadodara

ટુંડાવની ગુજરાત કન્ટેનર્સ કંપનીમાંથી રૂ. 87 હજારના પતરા સગેવગે

ટ્રકના ચાલકે જ ઠગાઈ કર્યાની શંકા
વડોદરા: સાવલી તાલુકાની ટૂંડાવ જીઆઈડીસી મા ગુજરાત કન્ટેનર લિમિટેડ કંપની આવેલી છે. ગેલ્વેનાઈઝના પતરા અને ઢાંકણનો વ્યવસાય કરતી કંપનીએ તેમના બીજા દહેજ ભરૂચ ના પ્લાન્ટ ઉપરથી ગેલ્વેનાઈઝના ઢાંકણ, પતરા સહિતનું મટીરીયલ મંગાવ્યું હતું . આઇસર ટેમ્પાના ચાલક મુકેશ પરમાર (વાંકાનેર.સાવલી)મટીરીયલ લઈને કંપનીમાં આવ્યો હતો કંપનીમાં સંચાલન કરતા વલ્લભ અંબાલાલ પરમારે( લુઈસ પાર્ક સોસાયટી નર્મદા કોલોની સ્ટેશન રોડ સાવલી) ચોથી તારીખે સવારે માલ આવતા લાખો રૂપિયાના માલની ગણતરી કરતા ચોકી ઉઠ્યા હતા. ગેલ્વેનાઈઝ ના ૨૪૧૫ ઢાંકણ તેમજ ૧૮ ગેજની પતરાની ૧૪૦ શીટ, સીમર મશીનના ચાર નંગ રોલરનો કુલ સ્ટોક લાવવાનો હતો. પરંતુ ગણતરી બાદ ૨૭૬ નંગ ઢાંકણ અને ૧૪૦ નંગ પતરા ઓછા જણાયા હતા
આઇસર ટેમ્પાના ચાલક મુકેશને ઓછા મટીરિયલ અંગે પૂછતાછ કરતા ઉડાઉ જવાબ આપ્યા હતા. આશરે ૮૬,૬૯૪ રૂપિયાનું મટીરીયલ સગેવગે કરી દીધું હોવાનું જાણવા છતાં ચાલક જવાબ આપવાનું ટાળતા આખરે મંજુસર પોલીસ મથકે મામલો પહોંચ્યો હતો અને વિગતવાર ફરિયાદ નોંધાવાઈ હતી .

Most Popular

To Top