Vadodara

ટીમ સહાય ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સહાય, આયુષ્યમાન કાર્ડનું વિતરણ

*ટીમ સહાય ટ્રસ્ટ , બક્ષીપંચ મોરચો, વડોદરા શહેર, ભા.જ.પા., ના સંયુક્ત ઉપક્રમે વોર્ડ નંબર ૬ માં, વિધ્યાર્થીઓને શૈક્ષણિક કિટ, સાયકલ વિતરણ તેમજ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયુ



ટીમ સહાય ટ્રસ્ટ , બક્ષીપંચ મોરચો, વડોદરા શહેર, ભા.જ.પા., ના સંયુક્ત ઉપક્રમે વોર્ડ નંબર ૬ માં, વિધ્યાર્થીઓને શૈક્ષણિક કિટ, સાયકલ વિતરણ તેમજ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં 51 વિદ્યાર્થીઓને સાયકલોની સહાય , ગરીબ અને મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓને પોતાના ઘરેથી શૈકક્ષણીક સંસ્થા સુધી જવામાં મદદરૂપ થઈ શકાય તે ઉમદા હેતુથી વિદ્યાર્થીઓને સાયકલો ની સહાય તથા 50 જેટલા લાભાર્થીઓને કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
સાથે સાથે જરૂરીયાત મંદ બાળકો ને શૈક્ષણિક કીટની સહાય કરવામાં આવી હતી. આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીના નિર્વાણ દિવસ નિમિત્તે મહાનુભાવો દ્વારા તેમના તસ્વીર પર પુષ્પાંજલિ અર્પિત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સાથે જ પર્યાવરણ ને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના મુખ્ય દંડક શૈલેષ પાટીલ, પૂર્વ સ્થાઇ સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ, મ્યુનિ કાઉન્સિલરો હિરાભાઇ કંજવાણી, છાયાબેન ખરાદી, બક્ષીપંચ મોરચાના શહેર પ્રમુખ ભરતભાઇ સ્વામી તથા ધર્મેશભાઇ પંચાલ, એમ.જી.વી.સી.એલ.ના એમ.ડી, બક્ષીપંચ મોરચા વોર્ડ નં. 6 ના મહામંત્રી મોરેશ્વર ઇંગ્લે, પુરષોત્તમ હેમનાણી, ટીમ સહાય ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ મિસ્ત્રી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top