સીંગવડ:
સિંગવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી ટીબી મુક્ત ભારત અંતર્ગત સિંગવડ બજાર ખાતે રેલી યોજવામાં આવી હતી.

આજ રોજ તારીખ:-૨૪-૦૩-૨૫ ના રોજ જિલ્લા ક્ષય અધિકારી ડૉ.આર ડી પહાડીયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ જીતેન્દ્ર મુનીયા ના માગૅદશૅન હેઠળ સિંગવડ તાલુકામાં ટીબી સુપરવાઈઝરના સાથે મળી આરોગ્ય સ્ટાફ તમામ CHO તેમજ આશા બહેનો સાથે “*વિશ્વ ક્ષય દિવસ*” નિમિતે “*રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ*” અંતર્ગત સિંગવડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર થી લઈ સિંગવડ બજારમાં રેલી માઇક પ્રચાર સાથે કાઢવામાં આવી તથા પત્રિકા વિતરણ કરી ટીબી રોગ અંગે પ્રચાર -પ્રસાર કરવામાં આવ્યો હતો. *ટીબી હારેગા*
*દેશ જીતેગા* ના સુત્રો ચાર વચ્ચે રેલી બજારમાં ફરીને પાછી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સિંગવડ ખાતે પહોંચી હતી.
