ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે પાંચ મહિના પહેલા આ મામલે તંત્રનું ધ્યાન દોર્યું હતું
તપન પરમારની હત્યા બાદ શહેર માંથી દબાણ કરનાર લારી,ગલ્લા, પથારા, કેબીનો ને ઉઠાવવાની કાર્યવાહી રોજેરોજ કરાય છે. ત્યારે તાંદલજામાં યુસુફ પઠાણે કોર્પોરેશન ની અંદાજે 10,500 ફૂટ ના પ્લોટ ઉપર છેલ્લા ૧૨ વર્ષથી ગેરકાયદેસર કબજો કરેલો છે તેની પાલિકા દ્વારા નિયત કરેલ પ્રતિ ચોરસ મીટર, પ્રતિ દિન ની લાગત અને દંડ વસુલ કરી તાત્કાલિક ધોરણે દબાણ તોડીપાડી પાલિકા ની જમીનને ખુલ્લી કરવા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે
વડોદરાની વિશ્વામિત્રી બચાવો સમિતિના અગ્રણી અને એડવોકેટ શૈલેષ અમિત દ્વારા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ને આવેદનપત્ર પાઠવીને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા પ્રોટેક્શન ઓફ લાઇવલીહુડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ, 2014 નો અમલ
કરતા નથી અને ત્રીજી તરફ બિલ્ડરો ને ફાયદો કરાવવા ઈમ્પેક્ટ નો કાયદો લાવી ને ગેરકાયદેસર ના બાંધકામોને કાયદેસરના કરી અપાય છે. જયારે સૌ પ્રથમ જયારે તાંદલજા વિસ્તાર માં જઈને લારી, ગલ્લા, પથારા અને છાપરા તોડી આવ્યા તો તાંદલજા ના ટી.પી. 22 માં પાલિકા ની માલિકી ના ફાયનલ પ્લોટ નં.90 ની આશરે 10,500 ફૂટ જેટલી જમીન ઉપર યુસુફ પઠાણ દ્વારા આશરે 2012 થી ગેરકાયદેસર કબજો કરેલ છે તે કોની રહેમ નજરે નથી તોડી ને કબજો લેવાતો .? આમ તો વડોદરા પાલિકા દ્વારા લારી ગલ્લાએ 3 ચો.મી. જમીન ઉપર ઉભી રાખેલી લારી માટે પ્રતિ મહીને રૂ.2000/- જેવી રકમ વસુલવામાં આવે છે. ઉપરાંત વડોદરા કોર્પોરેશન ના નિયમો મુજબ કોર્પોરેશન ની માલિકી ના પ્લોટ નો ઉપયોગ કરનાર ઉપર પ્રતિ દિવસ, પ્રતિ ચોરસ મીટર રૂ.40/- લાગત વસુલવામાં આવે છે. સદર નિયમો મુજબ યુસુફ પઠાણ પાસે થી છેલ્લા 12 વર્ષ ના દંડનીય રકમ વસુલવામાં આવે અને પાલિકા ની કોઈ પણ મંજુર વગર કરેલા દબાણ ને પણ તાત્કાલિક તોડી ને પાલિકા ની જમીન ખુલ્લી કરવામાં આવે તેવી અમારી માંગ છે. યુસુફ પઠાણે પાલિકા ની જમીન ઉપર કરેલા દબાણ બાબતે વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન ના પૂર્વ કોર્પોરેટર વિજય પવારએ પાંચ મહિના પહેલા લેખિત ફરિયાદ કરેલ હોવા છતાય આજ દિવસ સુધી યુસુફ પઠાણ દ્વારા પાલિકા ના કિંમતી પ્લોટ ઉપર ગેરકાયદેસર કરેલું દબાણ તોડવામાં આવતું નથી. યુસુફ પઠાણ તો ગેરકાયદેસર કબજો કરેલા પાલિકા ના પ્લોટ ને હડપ કરવા માટે હાઈકોર્ટ સુધી ગયેલા છે ત્યારે હાઈકોર્ટે પણ સ્પસ્ટ શબ્દો માં જણાવી દીધેલ હતું કે માલિકી પુરાવા લઇ ને આવો. હાઇકોર્ટે તેની તરફેણ માં કોઈ હુકમ કરેલો નથી, કે નહિ તોડવા માટે પાલિકા ને રોકતા કોઈ સ્ટે પણ આપેલો નથી જેથી પ્રસ્થાપિત કાયદા મુજબ સબજ્યુંડીસ કેસ હોવાનું બહાનું જુઠ્ઠું અને યુસુફ પઠાણ ની એકતરફી તરફદારી કરતા હોય એવું છે. અમારી માંગ છે કે દિન 7 માં વડોદરા કોર્પોરેશન ની માલિકી ના તાંદલજા ટીપી.૨૨ ના ફાયનલ પ્લોટ નં.90 ઉપર છેલ્લા 12 વર્ષ થી યુસુફ પઠાણે કરેલા દબાણ માટે નિયત ધારાધોરણ મુજબ લાગતો વસુલી તાત્કાલિક દબાણ દુર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે નહિ તો અમારે ન્યાય ના દ્વાર ખખડાવવા પડશે.