Vadodara

ટાવર ક્રેનનો જોખમી ઉપયોગ : ગોત્રીમાં બિલ્ડરની બેદરકારી વાહનચાલકો માટે જોખમકારક

રોડને અડીને બાંધકામમાં નિયમોનો ભંગ ?

વડોદરાના ગોત્રી વિસ્તારમાં, નીલાંબર સર્કલ પાસે એક ખાનગી કંપની દ્વારા કોમર્શિયલ બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જોકે, આ બાંધકામ સાઈટ પર ટાવર ક્રેનનો જોખમી રીતે ઉપયોગ થતો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

રસ્તાને અડીને જ બાંધકામ થઈ રહ્યું હોવાથી ટાવર ક્રેન દ્વારા લોખંડના સળિયા અને અન્ય સામાન ઉપાડવામાં આવે છે. જેને કારણે રોડ પરથી પસાર થતા વાહનચાલકો માટે હંમેશા અકસ્માતનો ભય સર્જાયેલો રહે છે. આવા જોખમી બાંધકામને લઈ સ્થાનિકોમાં પણ ચિંતા વર્તાઈ રહી છે.

કોઈપણ બાંધકામ માટે સિટી કોર્પોરેશન અને સુરક્ષા નિયમોની પાલના કરવી ફરજિયાત હોય છે. છતાં, અહીં બિલ્ડર મનમાની ચલાવી રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ બાંધકામ સાઈટ પર કોંક્રિટના ડમ્પર પણ રસ્તા પર ઉભા રાખવામાં આવે છે, જેના કારણે વાહનવ્યવહારમાં અવરોધ સર્જાઈ રહ્યો છે.

આ બાંધકામને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર કાર્યવાહી થઈ નથી. જો તંત્ર તુરંત જ કડક પગલાં નહીં ભરે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે શહેર તંત્ર આ બાબતે કઈ કાર્યવાહી કરે છે.

Most Popular

To Top