ગભરાઇ ગયેલી પરીણિતાએ દરવાજો બંધ કરી દીધો
લક્ષ્મીપુરા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ડિલિવરી બોયની ધરપકડ કરી લીધી
વડોદરા તા.9
ગોત્રી વિસ્તારમાં ઓનલાઇન મંગાવેલા ફુડની ડિલિવરી આપવા ગયેલા યુવકે પરીણીતાને સરનામુ પુછવાના બહાને હાથ પકડી છેડતી કરી હતી. જેથી ડરી ગયેલા પરીણીતાએ દરવાજો બંધ કરી દેતા યુવક જતો રહ્યો હતો. ત્યારબાદ પરીણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા લક્ષ્મીપુરા પોલીસે ડિલિવરી બોયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા કુણાલ ચાર રસ્તા પાસે સ્થાનિક રહીશ દ્વારા ઓનલાઇન ફુડ ડિલિવરી કરી હતી. જેથી ઝોમેટો ડિલિવરી બોય ફુડની ડિલિવરી આપવા માટે આવ્યો હતો. પરંતુ તેને ઘરનું એડ્રેસ ન મળતુ હોય તેણે એક ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. પરીણિતાએ દરવાજો ખોલતા યુવકે તેને સરનામુ પુછ્યું હતું. જેથી મહિલાએ તેમને સરનામુ બતાવ્યા બાદ દરવાજો બંધ કરી દીધી હતો. પરંતુ ડિલિવરી બોયને જાણ થઇ ગઇ હતી કે પરીણિતા ઘરમાં એકલી છે. જેથી પરત ડિલિવરી આપીને પરીણિતાના ઘરે ગયો હતો. દરવાજો ખખડાવતા ફરી પરીણિતાએ દરવાજો ખોલ્યો હતો ત્યારે ડિલિવરી બોય મોહમદ અકમલ,મારુફ અહેમદ ફિરોજીવાલાએ યુવતીનો હાથ પકડી લીધો હતો અને તેની છડતી કરવા લાગ્યો હતો. જેથી પરીણિતાએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ડિલિવરી બોયને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
—