રાજસ્થાન તરફ જઈ રહેલી કારમાં સવાર બે વ્યક્તિ સમયસર ઉતરી જતાં બચાવ
દાહોદ તાલુકાના સબજેલ નજીક ઝાલોદ હાઇવે પર બાસવાડા તરફ જતી કારમાં ઓચિંતી આગ લાગતા કાર ભડભડ કરીને સળગી ઉઠી હતી. જોકે આ દરમિયાન ગાડીમાં સવાર બંને વ્યક્તિઓ સમય સૂચકતા વાપરી ગાડીમાંથી ઉતરી જતા આબાદ બચાવ થયો હતો. આ બનાવ દરમિયાન ઘટનાની જાણ દાહોદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના ડોકી સબજેલ નજીક દાહોદ ઝાલોદ નેશનલ હાઈવે પર પીપલોદ તરફથી આવતી અને બાસવાડા તરફ પૂરપાટ જતી મારુતિ કંપનીની એસ ક્રોસ ગાડીનાં એન્જિનમાં ધુમાડા સાથે ઓચિંતી આગ ફાટી નીકળી હતી. જેના પગલે ગાડીમાં સવાર ચાલક સહિત બંને વ્યક્તિઓ એ ગાડી સાઈડમાં ઉભી રાખી ગાડીમાંથી ઉતરી ગયા હતા. આ દરમિયાન એન્જિનમાં લાગેલી આગની લપટો માં ગાડી સળગવા લાગી હતી. આ દરમિયાન બનાવની જાણ દાહોદ બીગ્રેડના ફાયર ઇન્સ્પેક્ટર દીપેશ જૈન ને થતા થોડીક જ વારમાં દાહોદ થી ફાયરની ટીમ મીની ફાયરફાઈટર ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી. અને આગ પર પાણીનો મારો ચલાવી આગ ગોલવી દીધી હતી. આ બનાવમાં કારમાં સવાર બંને વ્યક્તિઓ સમય સૂચકતા વાપરી ઉતરી જતા કોઈ જાનહાની બનવા પામી નહોતી પરંતુ ગાડીમાં આગના બનાવના પગલે ગાડી માલિકને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે