Zalod

ઝાલોદ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 16 પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ

ઝાલોદ: ઝાલોદ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઝાલોદ ઈનચાર્જ મામલતદાર તેજસ અમલીયારની અધ્યક્ષતામાં યોજાયો હતો. અરજદારોના 16 પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ થતા સ્વાગત કાર્યક્રમ માટે લોકોએ સરકારને ધન્યવાદ પાઠવ્યા હતા. ઝાલોદ મામલતદાર કચેરી ખાતે ઝાલોદ ઈનચાર્જ મામલતદાર તેજસ અમલીયાર ના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓ ખાતે આજે તાલુકા સ્વાગત કાર્યક્રમ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ઝાલોદ ખાતેની મામલતદાર કચેરીએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 16 અરજદારોના પ્રશ્નો સાંભળ્યા હતા. આ પ્રશ્નોનો પણ ઝાલોદ ઈનચાર્જ મામલતદાર દ્વારા સુખદ ઉકેલ લાવવામા આવ્યો હતો. ઝાલોદ ઈનચાર્જ મામલતદાર તેજસ અમલીયારે અરજદારના પ્રશ્નોને સાંભળ્યા બાદ આ બાબતે સંબંધિત અધિકારીને જરૂરી સૂચનો આપ્યા હતા. અરજદારોના વિવિધ પ્રશ્નોનો સંતોષકારક નિવારણ મળતા તેમણે સરકારના સ્વાગત કાર્યક્રમ માટે સરકારને ધન્યવાદ પાઠવ્યા હતા.
આ વેળા એ , ઝાલોદ તાલુકા વિકાસ અધિકારી કે એચ ગઢવી, ઝાલોદ નગરપાલિકા ચીફ ઓફિસર ટી બી ભાભોર, તાલુકા શિક્ષણ અધિકારી રોશનીબેન બિલવાળ, ઝાલોદ MGVCLના અધિકારી એમ ડી વસૈયા, નેશનલ હાઇવે ના અધિકારી, રેવન્યુ તલાટી, સંબંધિત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top