દાહોદ:
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા વિભાગમાં ફરજ બજાવતો ટેકનિકલ આસિસ્ટન્ટ રૂા.૨૦ હજારની લાંચ લેતાં દાહોદ એસીબી પોલીસના હાથે રંગે હાથ ઝડપાઈ જતાં સમગ્ર દાહોદ જિલ્લા સરકારી આલમમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી.
એક જાગૃત નાગરિક ઝાલોદની તાલુકા પંચાયત કચેરીમાં નરેગા વિભાગમાં મનરેગાના કામો માટે ગયાં હતાં જ્યાં મનરેગાના કામો મંજુર કરવા માટે મનરેગા વિભાગમાં ફરજ બજાવતો ટેકનિકલ આસિસ્ટન્ટ આશિષ વિનોદભાઈ લબાનાએ જાગૃત નાગરિક પાસેથી લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ જાગૃત નાગરિક આપવા માંગતો ન હોવાને કારણે તેણે એસીબી પોલીસનો સંપર્ક સાંધ્યો હતો. એસીબી પોલીસને જાણ થતાં એસીબી પોલીસે ઝાલોદ મનરેગા કચેરી ખાતે લાંચનું છટકુ ગોઠવ્યું હતું અને જાગૃત નાગરિક પાસેથી મનરેગા યોજનાના ટેકનિકલ આસિસ્ટન્ટ આષિશ લબાના જાગૃત નાગરિક પાસેથી રૂા.૨૦ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ સમાચાર વાયુવેગે ઝાલોદ તાલુકા પંચાયતમાં થતાં સરકારી કર્મચારીઓમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી. આ સંબંધે એસીબી પોલીસે લાંચ લેતાં ઝડપાયેલ આષિશ લબાના વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————————————-
ઝાલોદ મનરેગાનો ટેકનિકલ આસિસ્ટન્ટ 20 હજારની લાંચ લેતા ઝડપાયો
By
Posted on