જિલ્લા પંચાયતની સીટ પર ૫૯.૫૭ ટકા અને તાલુકા પંચાયતની સીટમાં પાંચ બેઠકો પર કુલ ૭૬.૪૩ ટકા મતદાન થયું

દાહોદ:
દાહોદ જિલ્લામાં પેટા ચુંટણીનું મતદાન આજરોજ શાંતિપુર્ણ માહૌલમાં સમ્પન્ન થયું હતું. આજરોજની દાહોદ જિલ્લાની પેટા ચૂંટણીનું મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીઓમાં સીલ થઈ ગયું છે અને તમામ ઇવીએમ મશીનો તેમજ મત ગણતરી પેઢીઓ જે તે સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવા આપતા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં બે નગરપાલિકા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે ૦૭ વાગ્યાથી શરૂ થયેલુ આ મતદાન મોડી સાંજ સુધી ચાલ્યુ હતું. જેમાં ઝાલોદ નગરપાલિકાનું કુલ મતદાન ૭૫.૨૫ ટકા અને દેવગઢ બારીઆ કુલ મતદાન ૭૮.૨૭ ટકા થયું હતું જ્યારે જિલ્લા પંચાયતની સીટ પર ૫૯.૫૭ ટકા અને તાલુકા પંચાયતની સીટમાં પાંચ બેઠકો પર કુલ ૭૬.૪૩ ટકા મતદાન થયું હતું.

ઝાલોદ અને દેવગઢ બારીઆ નગરપાલિકાની આ વખતની પેટા ચુંટણી રસાકસીનો જંગ ભર્યાે રહેવાનો છે. જેમાં વહેલી સવારથીજ મતદારો મતદાન કરવા માટે લાંબી કતારોમાં જાેવા મળ્યાં હતાં. યુવાનોથી લઈ પુરૂષો, મહિલાઓ અને વયોવૃધ્ધ મતદારો મતદાનની લાંબી લાઈનોમાં જાેવા મળ્યાં હતાં. આ વખતની પેટા ચુંટણી ભાજપ,કોંગ્રેસ અને અન્ય પક્ષો વચ્ચે રસાકસીનો જંગ રહેનાર હોવાનું પણ તજજ્ઞો દ્વારા કહેવાઈ રહ્યું છે. ઉમેદવારો પોતપોતાની જીતનો દાવો પણ કરી રહ્યાં છે. ઝાલોદ અને દેવગઢ બારીઆ નગરપાલિકાની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં આ બંન્ને નગરપાલિકાઓમાં વિકાસના કોઈ કામ તેમજ પ્રજાની પ્રાથમિક સુવિધાઓને લઈ કોઈ વિકાસના કામો કરવામાં આવ્યાં ન હોવાના છડેચોક આક્ષેપો પ્રજા દ્વારા કરવામાં આવી રહ્યાં છે . તેમાંય ખાસ કરીને ઝાલોદ નગરપાલિકામાં તો માત્રને માત્ર વિકાસના કામો કાગળ પર હોવાનું મતદારો છડેચોક આક્ષેપો કરતાં પણ નજરે પડ્યાં હતાં. ત્યારે આજરોજ આ બંન્ને નગરપાલિકાની ચુંટણી હોઈ વહેલી સવારથીજ મતદારો મતદાન કરવા માટે જેતે બુથ મથકે મતદાન કરવા માટે લાંબી કતારોમાં જાેવા મળ્યાં હતાં જેમાં ઝાલોદ નગરપાલિકાનું કુલ ૭૫.૨૫ ટકા અને દેવગઢ બારીઆનું ૭૮.૨૭ ટકા મતદાન થયું હતું. વાત કરીએ મતદારોની તો દેવગઢ બારીઆ નગરપાલિકામાં સ્ત્રી અને પુરૂષ મળી કુલ૧૬૨૫૨ અને ઝાલોદ નગરપાલિકામાં સ્ત્રી અને પુરૂષ મળી કુલ૨૫૨૧૫ મતદારોનો સમાવેશ થયાં છે.

દાહોદ જિલ્લા પંચાયત બેઠકના મતદાનની વાત કરીએ તો પીપેરો જિલ્લા પંચાયત મતદાર મંડળમાં ૪૯.૫૭ ટકા મતદાન થયું હતું અને જેમાં સ્ત્રી અને પુરૂષ મળી કુલ ૧૨૨૫૯ મતદારોનો સમાવેશ થાય છે.
તાલુકા પંચાયતના મતદાનની વાત કરીએ તો ઝાલોદના કારઠ-૧ બેઠકમાં ૬૪.૩૩ ટકા મતદાન થયું હતું તેવીજ રીતે ઝાલોદના ધાવડીયા બેઠક પર ૫૦.૨૭ ટકા, લીમખેડાના મોટીબાંડીબાર બેઠકમાં ૫૧.૭૪ ટકા, ગરબાડાના ઝરીબુઝર્ગ-૨ બેઠક પર ૪૬.૬૧ ટકા, ધાનપુરની નાકટી બેઠક પર ૪૬.૭૬ ટકા અને દાહોદની નગરાળા બેઠક પર ૪૦.૦૭ ટકા મતદાન થયું હતું.
————————————–
