દાહોદ :
દાહોદ જિલ્લાનાં ઝાલોદ નગરપાલિકાની ચુંટણી સંમ્પન્ન થતાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદોની ભારે વહેતી થયેલી અટકળોનો અંત આવ્યો છે.
ઝાલોદ નગરપાલિકામાં ભાજપે ભગવો લહેરાવ્યો છે ત્યારે નગરપાલિકામાં ભાજપાના વિજેતા ઉમેદવારોને પ્રમુખ, ઉપપ્રમુખનો તાજ પહેરાવવામાં આવ્યો છે.
ઝાલોદ નગરપાલિકા પ્રમુખ તરીકે રેખાબેન વસૈયાની સર્વાનુમતે પસંદગી કરવામાં આવતાં ભાજપાના આગેવાનો અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહૌલ જાેવા મળ્યો હતો.
છેલ્લા ઘણા દિવસોથી ઝાલોદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે તમામ વિજેતા ઉમેદવારો દ્વારા પોતપોતાની દાવેદારીઓ કરવામાં આવતી હતી. ઘણા વિજેતા ઉમેદવારોએ તો પોતાના માનીતા ગોડ ફાધરોના શરણે પણ પહોંચી જઈ લાગવગોનો દૌર આરંભ કર્યાે હતો. ઝાલોદ નગરપાલિકામાં પ્રમુખ પદ મેળવવા માટે તમામ ઉમેદવારોએ એડી ચોટીનું જાેર લગાવી દીધું હતું. કહેવાય છે કે, ઝાલોદ મલાઈદાર નગરપાલિકા હોવાને કારણે તમામ વિજેતા ઉમેદવારો પ્રમુખપદ મેળવવા માટે તલપાપડ થતાં હતાં. ઘણા દિવસો પ્રમુખપદના ચહેરાઓ માટે અનેક અટકળો વહેતી થવા પામી હતી ત્યારે ભાજપા દ્વારા પોતાની જુની સ્ટાઈલમાં સૌને ચોંકાવી મુકે તેવા નગરપાલિકાઓમાં પ્રમુખ પદ માટેના દાવેદારોની ઘોષણા કરતાં સૌ કોઈ ભાજપાના આ માસ્ટર સ્ટ્રોકથી આશ્ચર્યચક્તિ થઈ ગયાં હતાં. કારણ કે, ઘણા વિજેતા ઉમેદવારો દ્વારા તો પ્રમુખપદની ખુરશી મેળવવા માટે શામ,દામ, દંડની નીતિ રિતી પણ અપનાવી ચુક્યાં હતાં. પરંતુ પ્રદેશ ભાજપાએ તેમની આ તમામ આશાઓ પર જાણે પાણી ફેરવી દીધું હોય તેવા નિર્ણયને સૌ કોઈને ચોંકાવી દીધાં હતાં. દેવગઢ બારીઆના સભાખંડમાં આજરોજ પ્રમુખ, ઉપપ્રમુખની પસંદગી પ્રક્રિયામાં મામલતાદર અને ચીફ ઓફિસરની ઉપસ્થિતીમાં આ સંપુર્ણ પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી.
ઝાલોદ નગરપાલિકામાં પ્રમુખપદ માટે રેખાબેન ટપુભાઈ વસૈયાની પસંદગી કરવામાં આવી છે. ઉપપ્રમુખ પદ માટે ભાવનાબેન મુકેશભાઈ ડામોરની પસંદગી અને કારોબારીમાં દિનેશભાઈ શંકરલાલ પંચાલની પસંદગી કરવામાં આવી છે. ઝાલોદ નગરપાલિકામાં દાહોદ જિલ્લા ભાજપાના પ્રમુખ શંકરભાઈ અમલીયાર તથા જિલ્લા ભાજપાના ઉપપ્રમુખ નરેન્દ્ર સોની સહિત જિલ્લાના ભાજપાના આગેવાનોની ઉપસ્થિતીમાં આ સમગ્ર પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. પ્રમુખ પદ પર બિરાજમાન ઉમેદવારો પ્રત્યે હવે આ નગરપાલિકાનાં નગરજનોને વિકાસના કામોને લઈ આશા વ્યક્ત કરી રહ્યાં છે. ખાસ કરીને ઝાલોદ નગર છેલ્લા ઘણા વર્ષાે વિકાસના કામોથી વંચિત રહેતું આવ્યું છે. ત્યારે ઝાલોદ નગરપાલિકામાં હવે પાલિકામાં નવા પ્રમુખની પસંદગી બાદ ઝાલોજ નગરમાં પણ વિકાસના કામો થશે તેવી આશા ઝાલોદ નગરના પ્રજાજનોમાં આશા છે. બીજી તરફ પસંદગી પામેલ પ્રમુખ અને ઉપપ્રમુખના કાર્યકર્તાઓમાં ભારે આનંદની લાગણી વચ્ચે એકબીજાનું મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
