Dahod

ઝાલોદનો માછનનાળા ડેમ છલકાયો 277.64 મીટર સપાટી સાથે ઓવરફલો

નીચાણવાળા સાત ગામોને એલર્ટ કરાયા

દાહોદ તા 25 વિનોદ પંચાલ
દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમા ધોધમાર વરસાદના કારણે ઝાલોદ માછનનાલા ડેમ છલકાયો છે. આ ડેમ જિલ્લાનો પાંચમો ડેમ છે, જે સંપૂર્ણ ભરાઈ ગયો છે. ડેમ ની સપાટી 277.64 મીટરથી વધીને 277.70 મીટર પહોંચી ગઈ છે. જેના પરિણામે ડેમ ઓવરફલો થયો છે. આ ઘટનાથી ખેડૂતોમા આનંદની લહેર ફરી વળી છે.
માછનનાળા ડેમનું ગ્રોસ સ્ટોરેજ 28.10 એમ સી એમ અને ડેટ સ્ટોરેજ 5.93 એમ સી એમ નોંધાયું છે. હાલમા ડેમમાં પાણીની આવક અને જાવક 377.84 ક્યુસેક છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ડેમમાં નવા નીરની આવક થઈ, જેના પરિણામે ડેમ છલકાયો છે.
છેલ્લા ચોવીસ કલાકમા દાહોદના વિવિધ તાલુકાઓમા વરસાદ નોંધાયો છે. સિગવડમાં સોથી વધુ 32 m m લીમખેડા અને ધાનપુર માં 17 m m, ગરબાડા 16 mm, ઝાલોદ 12 mm, દાહોદમા 10 mm ,સંજેલી મા 7 mm બારિયા મા 5 અને ફતેપુરા મા 3 mm વરસાદે ડેમ ની સપાટી વધારવામાં મહત્વ ભુમિકા ભજવી છે.
ડેમ ઓવરફલો થતા નીચાણ વાળા ગામો ભાનપુર ,ચિત્રોડા ,ઘાવડી યા ,મહુડી માડળીખોટ અને થેરકાને એલર્ટ કરવામાં આવ્યાં છે. સાવચેતી ના ભાગરૂપે પોલીસે આ વિસ્તારમા બંદોબસ્ત ગોઠવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા ગામજનો ને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. દાહોદ જિલ્લામાં અગાઉ ઉમરિયા ડેમ, અદલવાડા ડેમ, કાળી 2 ડેમ અને કબૂતરી ડેમ પણ 100 ટકા ભરાઈ ગયા છે. દાહોદના ડેમ ઓવર ફલો સાથે જિલ્લાના પાંચ મુખ્ય ડેમો હવે સંપૂર્ણ ભરાયા છે. જે ખેતી અને પાણી ની જરૂરિયાતો માટે શુભ સકેત છે
માછનનાળા ડેમ.ઝાલોદ અને આસપાસ ના વિસ્તારો માટે જીવાદોરી સમાન છે. ડેમ નો ઓવર ફલો ખેડૂતો માટે આનંદની વાત છે. કારણ કે આનાથી ખેતી માટે પાણીની ઉપલબ્ધતા વધશે ખેડૂતોમા આ વાતે નવી આશાઓ જગાવી છે. માછનડેમનો ઓવરફલો દાહોદ જિલ્લા માટે સકારાત્મક સમાચાર છે. જોકે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવી જરૂરી છે.


Most Popular

To Top