Zalod

ઝાલોદના મલવાસી ગામે ઘરનું વાસ્તુપુજન તેમજ ચાંદલાવિધીમાં ધસી આવી ચાર ઈસમોની ગુંડાગીરી

દાહોદ :

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મલવાસી ગામે ઘરનું વાસ્તુપુજન તેમજ ચાંદલાવિધીમાં ચાર જેટલા ઈસમો હાથમાં લાકડીઓ લઈ આવી જમીન સંબંધી મામલે ઝઘડો કરી ચાર વ્યક્તિઓને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

ઝાલોદના મલવાસી ગામે ડાંગી ફળિયામાં રહેતાં ટીબુભાઈ ગજસીંગભાઈ ડાંગીના ઘરે ગત તા.૨૫મી માર્ચના રોજ ઘરનું વાસ્તુપુજન હોઈ તેમજ સાથે સાથે ચાંદલાવિધી પણ રાખી હતી ત્યારે આ પ્રસંગમાં ઝાલોદના રળીયાતી ભુરા ગામે માળ ફળિયામાં રહેતાં મલસીંગભાઈ વાલસીંગભાઈ ડાંગી તેમજ તેમની સાથે તેમના પરિવારજનો પણ આવ્યાં હતાં ત્યારે બીજી તરફ આ પ્રસંગમાં લાકડીઓ લઈ આવી પહોંચેલા ઝાલોદના મલવાસી ગામે ડાંગી ફળિયામાં રહેતાં કાળાભાઈ નારસીંગબાઈ ડાંગી, શૈલેષભાઈ નારસીંગભાઈ ડાંગી, વિનુભાઈ કેસુવાભાઈ ડાંગી તથા પોપટભાઈ લાલસીંગબાઈ ડાંગીઓએ જમીન સંબંધી મામલે અદાવત રાખી મલસીંગબાઈ ડાંગી સાથે ઝઘડો કર્યાે હતો અને એકદમ ઉશ્કેરાઈ જઈ મલસીંગભાઈ, દિનેશભાઈ વાલસીંગભાઈ ડાંગી, રતનભાઈ સિકલાભાઈ ડાંગી અને અંકિતભાઈ રતનભાઈ ડાંગીને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ઈજાઓ પહોંચાડી બેફામ ગાળો બોલી, મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવ્યું હતું.

આ સંબંધે ઈજાગ્રસ્ત મલસીંગભાઈ વાલસીંગબાઈ ડાંગીએ ચાકલીયા પોલીસ મતખે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————————————–

Most Popular

To Top