ગુજરાત મિત્ર ન્યુઝ ઝાલોદ
ઝાલોદ તાલુકાના જાફરપૂરા ગામમા અજાણ્યા ઇસમો દ્વારા એક મકાનને આગ ચાંપવામાં આવી તેવું જાણવા મળે છે. 112 ટીમ તેમજ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી છે.

ઝાલોદ તાલુકાના જાફરપુરા ગામના ચોળા ફળિયામાં રહેતા મુકેશભાઈ લખીદાસ મછારના મકાનને આગ લાગી હતી. સૂત્રો મુજબ આ આગ કુદરતી રીતે લાગી નથી. અજાણ્યા ઈસમો દ્વારા અંગત અદાવત રાખી આગ ચાંપી હોવાનું સાંભળવા મળે છે.

આ આગની 112 નંબર પર જાણ થતાં તરત 112 ની ટીમ ત્યાં પહોંચી બનાવની જાણકારી મેળવી હતી. હાજર ગ્રામજનો તેમજ પોલિસ દ્વારા પાણી નાખીને આગ ઓલવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઝાલોદ ફાયરબ્રિગેડ પણ આગ ઓલવવા માટે ઘટના સ્થળે પહોંચી હતી.

આ આગ કુદરતી રીતે લાગેલ છે કે અંગત અદાવતને લઈ આગ ચાંપવામાં આવી છે તે હાલ પોલિસ તપાસનો વિષય છે. આ આગમા મકાન માલિકને કેટલું નુકસાન થયુ છે તે હાલ જાણવા મળ્યું નથી.