Vadodara

ઝાડીઓમાં ફસાયેલા 150 કિલો વજન ધરાવતા 10.5 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ


( પ્રતિનિધી )વડોદરા,તા.16

વડોદરા શહેરના મુજમહુડા વિસ્તારમાં એક રહીશના ઘરના પાછળના ભાગે મહાકાય મગર આવી ચડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.બનાવની જાણ કરતા ખાનગી સંસ્થાના વોલીએન્ટરોએ સ્થળ પર પહોંચી ઝાડીઓમાં ફસાયેલા 150 કિલો વજન ધરાવતા 10.5 ફૂટના મહાકાય મગરનું એક કલાકની ભારે જહેમતે રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપ્યો હતો.

એક મગર મુજમહુડા પાસે વિશ્વ જ્યોતિ આશ્રમ નજીક ઘરના પાછળના ભાગમાં આવી ગયો છે અને ઝાડીઓમાં ફસાઈ ગયો છે. જેની જાણ વડોદરા એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશન અને એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટને કરવામાં આવતા સંસ્થાના તમામ વોલીએન્ટર સ્થળ પર પહોંચ્યા હતા, અને સ્થાનિકો પણ તેમની મદદમાં જોતરાયા હતા.

ભેગા મળીને લગભગ 10.5 ફૂટ અને 150 કિલોના આ મગરને દોરડા વડે ખેંચી એક કલાકની ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી તે જગ્યાથી બહાર કાઢી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટ યશ તડવીએ જણાવ્યું હતું કે,આ મગર એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતી વખતે આવી ગયો હોય અને જે જગ્યામાં ફસાયો હોય ત્યાંથી બહાર કાઢવો ખૂબ જ મુશ્કેલ હતો પણ તમામ વોલીએન્ટર અને સ્થાનિકોના સાથ સહકારથી તે શક્ય બન્યું હતું.

Most Popular

To Top