ઝઘડિયા,તા.9
ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીમાં આજે વહેલી સવારે બ્લાસ્ટ થતા ભારે અફડાતફડી મચી ગઈ હતી.આ દુર્ઘટનામાં કેટલાક કામદારો ઇજાગ્રસ્ત થતા તેઓ ને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હજુ સુધી ઇજાગ્રસ્તોની ચોક્કસ આંકડો કે સત્તાવાર માહિતી મળી નથી.તેમજ કોઈ કામદારના મૃત્યુ અંગે પણ સત્તાવાર જાણવા મળી નથી.ઘટના બાદ ઝઘડિયા GIDC પોલીસે પહોચી જઈને તપાસ આદરી છે.પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે એમ મનાય છે.
ઉલ્લેખનીય છે કે ઝઘડિયા GIDCમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીમાં અગાઉ પણ દુર્ઘટનાઓ બનતા સ્થાનિકોમાં ચિંતાજનક સ્થિતિ છે.