પરિજનોએ પોલીસ એફ આઇ આર ન નોંધતી હોવાના આક્ષેપો સાથે મૃતદેહના પોસ્ટમોર્ટમ ની ના પાડતા વિવાદ સર્જાયો
સાંસદ મનસુખ વસાવા દ્વારા સમગ્ર મામલે પોલીસ તથા એસ.એસ.જી.હોસ્પિટલ પ્રશાસનને યોગ્ય કાર્યવાહી કરવા માગ કરાઇ
ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પીપળીપાન ગામ ભીમપોર ની રાધિકા ગણેશભાઇ વસાવા નામની 28 વર્ષીય મહિલાએ એસિડ ગટગટાવી જતાં સૌ પ્રથમ અવીધા ગામની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાંથી વધુ સારવાર અર્થે રાજપીપળા જી એમ ઇ આર એસ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી જ્યાં તેની તબિયત વધુ બગડતા તેને 9ઓગસ્ટે વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું SICU ડી યુનિટ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
સમગ્ર મામલે પ્રાપ્ત અહેવાલ મુજબ, ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પીપહીપાન ગામ ભીમપોર ખાતે રહેતી રાધિકા ગણેશભાઇ વસાવાના લગ્ન અગાઉ સુરત ખાતે થયા હતા પરંતુ કોઇ કારણોસર ત્યાં છૂટાછેડા થયા હતા. પરિજનોના આક્ષેપો મુજબ બે દિવસ અગાઉ રાધિકાના પ્રેમી નટુભાઇ નટરવરસિંહ વસાવાની પત્નીએ આવીને રાધિકાને માર માર્યો હતો આ અંગેની જાણ થતાં રાધિકાના સગા મોહનભાઇ તથા પરિજનો રાધિકાને ઘરે લ ઇ આવ્યા હતા જ્યાં ગત 8ઓગસ્ટે રાત્રે સાડા દસની આસપાસ પ્રેમી નટુભાઇ બોલેરો ગાડી લ ઇને આવી રાધિકાને ક્યાંક લ ઇ ગયો હતો જે અંગે પરિજનો પોલીસ ફરિયાદ કરવા ગયાં હતાં પરંતુ પોલીસે ફરિયાદ લીધી ન હોવાના આક્ષેપો પરિજનોએ કરતાં જણાવ્યું હતું કે, ત્યારબાદ રાધિકાએ એસિડ પીધું કે પછી પિવડાવવામા આવ્યું હોય તે ખબર નથી પરંતુ તેને સૌ પ્રથમ અવિધા ગામની સરકારી હોસ્પિટલમાં લ ઇ જવાઇ હતી જ્યાંથી વધુ સારવાર અર્થે જી.એમ.ઇ.આર.એસ.હોસ્પિટલ રાજપીપળા ખાતે ખસેડવામાં આવી હતી જ્યાંથી તેને રિફર કરી વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું સારવાર દરમિયાન તા.09ઓગસ્ટ, શુક્રવારે SICU Dયુનિટ ખાતે નિધન થયું હતું. પરિજનોએ નટુભાઇ સામે પોલીસ એફ આઇ આર કરી ધરપકડ કરવાની માંગ પર અડી ગયા હતા અને મૃતદેહનુ પોસ્ટમોર્ટમ ન કરવા જીદે ચઢતા હોબાળો મચાવ્યો હતો.
પોલીસ અને સયાજી હોસ્પિટલના વડા ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરીને શબ મહિલાના પરિવારજનોને સોંપે
ભીમપોર સાકરીયા (રાજપારડી) ગામની રાધિકાબેન ગણેશભાઈ વસાવા નામની મહિલાએ બે દિવસ પહેલાં ઝેરી દવા પીધી હતી
આ સમગ્ર મામલામાં પોલીસ ફરિયાદ નોંધતી ન હોવાનો કારણે ડોક્ટરો પોસ્ટ મોર્ટમ કરતા નથી. જેનાં કારણે મહિલાનો શબ બે દિવસથી વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં રઝળી રહ્યો છે. પોલીસ અને ડોક્ટરો વચ્ચેના વિવાદમાં મહિલાના પરિવારજનો પરેશાન થઈ રહ્યાં છે. ત્યારે હું પોલીસ અને સયાજી હોસ્પિટલના વડાને કહું છું “ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરીને શબ મહિલાના પરિવારજનોને સોંપે”.
-મનસુખ વસાવા-સાંસદ